જાણીતા ઉદ્યોગપતિ અને કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 12 જૂને નિધન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર 19 જૂનના રોજ દિલ્હીમાં કરવામાં આવ્યા હતા. હાલ તેમનો અંતિમ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે જમીન પર પડેલો જોવા મળે છે. કેટલાક મેડિકલ સ્ટાફ તેમની સીપીઆર આપતા જોવા મળી રહ્યા છે. આ તેમના અંતિમ ક્ષણોનો વીડિયો હોવાનું કહેવાય છે, જેનાથી તેમના ચાહકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. 12જૂનના રોજ ઈંગ્લેન્ડમાં પોલો મેચ દરમિયાન સંજય કપૂરને અચાનક હાર્ટ એટેક આવ્યો.
અહેવાલો અનુસાર, રમતી વખતે તેણે ભૂલથી મધમાખી ગળી ગઈ, જેના કારણે તેને એલર્જીક પ્રતિક્રિયા થઈ. જોકે, તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી.પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. આ દુ:ખદ ઘટનાથી તેમના પરિવારમાં શોની લાગણી છવાઈ ગઈ.તેમના મૃત્યુ બાદ, તેમના અંતિમ સંસ્કાર 19 જૂનના રોજ દિલ્હીમાં કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, 22 જૂને દિલ્હીની તાજ પેલેસ હોટેલમાં સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કારમાં ઘણા લોકો હાજર રહ્યા હતા, જેમાં તેમની પહેલી પત્ની અને બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરનો પણ સમાવેશ થાય છે. કરિશ્મા અને સંજયના લગ્ન 2003 માં થયા હતા અને 2016 માં છૂટાછેડા થઈ ગયા હતા.
સંજય કપૂર ‘સોના કોમસ્ટાર’ કંપનીના ચેરમેન હતા, જે એક જાણીતી ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની ઇલેક્ટ્રિક વાહનો માટે પણ કામ કરે છે. એક બિઝનેસ લીડર હોવા ઉપરાંત, તે એક મહાન પોલો ખેલાડી પણ હતો. તે ઘણીવાર મેદાન પર પોલો રમતા જોવા મળતો હતો, જે તેને ખૂબ ગમતો હતો.
Last rescue video of Sanjay Kapoor 🙏match between Sajjan jaisal and Sanjay team,sujjan also there 🐎
Very sad time for all horse lovers, Rest in peace my friend 🙏 #sanjaykapoor #polo pic.twitter.com/vWHWFFoqqg— Ajit Nandal 🐎Indian Cowboy (@AjitNandal) June 14, 2025