સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના છૂટાછેડાની ખબર પર લાગી મહોર ! નજીકના મિત્રનું નિવેદન આવ્યુ સામે

સાનિયા મિર્ઝા હવે પસ્તાઈ ને? 12 વર્ષ લગ્ન માંડ માંડ ચાલ્યા? જાણો અંદરની વિગતો

છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે અલગ થવાનો નિર્ણય લીધો છે. સાનિયા મિર્ઝાએ સતત એવી કેટલીક પોસ્ટ શેર કરી હતી, જેને જોઈને લોકોને લાગી રહ્યુ હતુ કે, સાનિયાના જીવનમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. ત્યારે હવે આ સમાચારની પુષ્ટિ કરતા સાનિયા અને શોએબના એક નજીકના મિત્રએ ઓફિશિયલ કર્યુ છે. તેણે જણાવ્યુ કે, બંને ટૂંક સમયમાં છૂટાછેડા લઇ રહ્યા છે

અને બંને એકબીજાથી અલગ પણ રહેવા લાગ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, સાનિયા આ દરમિયાન દુબઈમાં છે જ્યારે શોએબ મલિક પાકિસ્તાનમાં છે. હાલમાં જ પોતાનું દર્દ વ્યક્ત કરતા સાનિયા મિર્ઝાએ ઈન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શેર કરી હતી, જેને જોઈને લોકોને તેમના તૂટેલા સંબંધોનો અંદાજ આવી ગયો હતો. પરંતુ જ્યારથી સોશિયલ મીડિયા પર આ નજીકના મિત્રું નિવેદન સામે આવ્યું છે

ત્યારે હવે એ એક હદે ફાઇનલ થઇ ગયુ છે કે, સાનિયા અને શોએબ છૂટાછેડા લઇ રહ્યા છે. આ દુઃખદ સમાચાર સાંભળીને શોએબ અને સાનિયાના ચાહકોનું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું છે. ઇન્સ્ટા સ્ટોરી સિવાય, થોડા દિવસો પહેલા સાનિયા મિર્ઝાએ પણ તેના પુત્ર સાથેની એક સુંદર તસવીર શેર કરી હતી, જેની સાથે તેણે કેપ્શન આપ્યું હતું કે- આ પ્રેમાળ ક્ષણો આપણને આ મુશ્કેલ દિવસોમાંથી બહાર કાઢે છે.

આ તસવીરમાં સાનિયા મિર્ઝાનો પુત્ર તેને પ્રેમ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નનો સુંદર નજારો આજે પણ દર્શકોના મનમાં જીવંત છે. શાહી લગ્નની દરેક તસવીર પર દર્શકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. હાલ શોએબ મલિક પાકિસ્તાનમાં એક સ્પોર્ટ્સ ચેનલ માટે T20 વર્લ્ડ કપમાં કામ કરી રહ્યો છે.

Shah Jina