સાનિયા મિર્ઝાનો મલિક કોઇ બીજી છોકરીને ડેટ કરી રહ્યો છે? ‘ટૂટે હુએ દિલ કહાં જાતે હે…અલ્લાહ’…જુઓ સાનિયા મિર્ઝાએ શું શું કહ્યું

એવું લાગે છે કે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે બધુ ઠીક નથી. સાનિયા મિર્ઝાની ઇન્સ્ટા સ્ટોરી કંઇક બીજુ જ કહી રહી છે. એવું માનવામાં આવી રહ્યુ બંને વચ્ચે દૂરી આવી ગઇ છે અને અટકળો છે કે બંને વચ્ચે છૂટાછેડા થવાની સંભાવના છે. જણાવી દઇએ કે, બંનેના લગ્નને એક દશકથી પણ વધારે સમય વીતી ચૂક્યો છે. પહેલીવાર આવી રીતે તેમની વચ્ચેની અનબનની ખબરો સામે આવી રહી છે. આને હવા એ સમયે મળી જ્યારે સાનિયાએ એક ક્રિપ્ટિક ઇન્સ્ટા સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી.

તેણે લખ્યુ- ‘ટૂટે હુએ દિલ કહાં જાતે હે ? અલ્લાહને શોધવા માટે’. આ પોસ્ટથી ચાહકો ચિંતિત છે. હાલ તો બંને વચ્ચે શું ચાલી રહ્યુ છે તે વિશે બંનેમાંથી કોઇએ પણ કંઇ કહ્યુ નથી. પરંતુ પાકિસ્તાની રીપોર્ટ્સ અનુસાર એવું કહેવામં આવી રહ્યુ છે કે, એક ટીવી શો દરમિયાન શોએબે સાનિયાને કથિત રીતે ચીટ કર્યુ છે. પાકિસ્તાની મીડિયાએ એવો દાવો પણ કર્યો છે કે કપલ હવે અલગ થઇ ગયા છે અને છેલ્લા કેટલાક સમયથી અલગ જ રહે છે. અફવાઓ તો ત્યાં સુધીની છે કે કપલ માત્ર દીકરા ઇઝહાનને કો-પેરેટિંગ આપી રહ્યુ છે.

જો કે, આ વિશે બંનેમાંથી કોઇએ કંઇ કમેન્ટ નથી કરી. જણાવી દઇએ કે, એપ્રિલ 2010માં બંનેના લગ્ન થયા હતા અને બંનેને ચાર વર્ષ પહેલા જ એક દીકરો થયો છે. આ જોડીએ ઇઝહાન મિર્ઝા મલિકનો બર્થ ડે દુબઇમાં સેલિબ્રેટ કર્યો હતો, પરંતુ તસવીર માત્ર શોએબ મલિકે જ શેર કરી હતી.કેટલાક દિવસો પહેલા સાનિયાએ તેના દીકરા સાથે એક તસવીર શેર કરતા કેપ્શન લખ્યુ- એ પળ જે મને સૌથી કઠિન દિવસોમાંથી નીકાળે છે. સાનિયા અને શોએબની લવ સ્ટોરી તે કહાનીઓમાંની એક છએ, જેણે બંને દેશોમાં હલચલ મચાવી દીધી હતી.

લગ્ન સમયે સાનિયાની દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2004-2005માં ભારતમાં થઇ હતી. જો કે, આ મુલાકાતમાં બંને વચ્ચે વાતચીત થઇ નહોતી. તે બાદ વર્ષ 2009-10માં એકબીજાને તેઓ ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં મળ્યા હતા. સાનિયા ટેનિસ રમવા પહોંચી હતી અને શોએબ તેની ટીમ સાથે ક્રિકેટ રમવા. આ સમયે પાકિસતાનની ટીમ ઓસ્ટ્રેલિયા ટૂર પર હતી.

અહીં ઓળખ થયા બાદ બંનેની મિત્રતા થઇ અને પછી મુલાકાતોનો સિલસિલો શરૂ થઇ ગયો. લગભગ 5 મહિનામાં એકબીજાને જાણ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 12 એપ્રિલ 2010ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નની બધી રસ્મ હૈદરાબાદમાં થઇ હતી અને રિસેપ્શન લાહોરમાં રાખવામાં આવ્યુ હતુ. સાનિયાએ તેની આત્મકથા ‘એસ અગેંસ્ટ ઓડ્સ’માં લખ્યુ છે કે, શોએબ તેની લાઇફમાં એ સમયે આવ્યો જ્યારે તે પ્રોફેશનલ લાઇફમાં પરેશાનીઓ સામે લડી રહી હતી.

Shah Jina