છૂટાછેડા બાદ પણ નાગાને ભૂલી નથી શકી પુષ્પાની હોટ હોટ સામંથા, બંધ રૂમમાં મળવા માટે રાખી એવી શરત કે સાંભળીને હોંશ ઉડી જશે

સામંથા અને નાગાને બંનેને એક રૂમમાં બંધ કરવા પર શું થશે જણાવી દીધું….

ગોસિપ શો “કોફી વિથ કરણ”ના સિઝન 7નો ત્રીજો એપિસોડ ટેલિકાસ્ટ થઇ ચૂક્યો છે. આ વખતે ગેસ્ટ હતા અક્ષય કુમાર અને સામંથા રૂથ પ્રભુ. સામંથા અને અક્ષય કુમારે શોમાં કરણ જોહર સાથે મળી ઘણો મસાલો પીરસ્યો. જો કે, ચાહકો જેની સૌથી વધારે રાહ જોઇ રહ્યા હતા તે હતુ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પર સામંથાનું રિએક્શન. શોમાં સામંથાએ નાગા વિશે ખુલીને વાત કરી હતી.આ દરમિયાન જે વાતો કહી તેનાથી સ્પષ્ટ થાય છે કે છૂટાછેડા બાદ બીજા સેલેબ્સની જેમ નાગા અને સામંથા મિત્રો પણ નથી.

કરણ જોહર સામંથા સાથે છૂટાછેડા પર વાત કરે છે અને કહે છે કે તમારા મામલામાં મને લાગે છે કે તમે જ એક પહેલા એવા વ્યક્તિ છો જેણે પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ પર સામંથા કરણ જોહરને વચ્ચે જ ટોકી દે છે અને કહે છે કે પતિ નહિ એક્સ પતિ. કરણ જોહર સામંથાને પૂછે છે કે, શું સામંથાના મનમાં નાગા ચૈતન્યને લઇને કોઇ હાર્ડ ફીલિંગ્સ છએ ? આ પર સામંથાએ ઘણો જ બિંદાસ જવાબ આપ્યો અને કહ્યુ કે, હાલ તો એકબીજા માટે હાર્ડ ફીલિંગ્સ છે.

મતલબ અત્યારે જો તમે અમને બંનેને એક રૂમમાં બંધ કરી દો તો તમારી તેજ ધારવાળી વસ્તુ અને નુકીલી વસ્તુઓને છુપાવવી પડશે. અત્યારે તો સ્થિતિ ઠીક નથી. થઇ શકે છે કે ભવિષ્યમાં કદાચ કંઇ બદલી જાય. જણાવી દઇએ કે, સામંથા રૂથ પ્રભુએ નાગા ચૈતન્ય સાથે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ 2017માં લગ્ન કરી લીધા હતા. પરંતુ 2 ઓક્ટોબર 2021ના રોજ સામંથા અને નાગાના છૂટાછેડા થઈ ગયા. જ્યારે કરણ જોહરે સામંથાને પૂછ્યું કે શું તે નાગા ચૈતન્યથી અલગ થવા પર ટ્રોલિંગથી ડરતી હતી?

જવાબમાં, સામંથાએ કહ્યું કે ચાહકોની સામે તેના જીવનને ખુલ્લું રાખવું તે તેની પસંદગી હતી અને તેથી તે તેના વિશે ફરિયાદ કરી શકતી નથી કારણ કે બધું પારદર્શક રાખવાનો તેનો નિર્ણય હતો. તેથી જ જ્યારે તે નાગા ચૈતન્યથી અલગ થઈ ત્યારે શું થઈ રહ્યું હતું તે અંગે તે ન તો ફરિયાદ કરી શકી કે ન તો દુઃખી થઈ શકી.

સામંથાએ આગળ કહ્યું, ‘મારી પાસે તે સમયે જવાબો નહોતા. તે સમયે તે ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ હવે બધું બરાબર છે. હું હવે ખૂબ જ મજબૂત છું. નાગા ચૈતન્યથી અલગ થયા પછી એવા અહેવાલો પણ આવ્યા હતા કે સામંથાએ 250 કરોડ રૂપિયાની એલિમનીની માંગ કરી હતી, જેના પર પણ અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી હતી. જો કે, આ સાચુ નથી. સામંથાએ તેના એક્સ પતિ પાસેથી કોઇ પણ જાતની એલિમની માંગી ન હતી.

Shah Jina