અંબાણી પરિવારનો વટ્ટ તો જુઓ, સલમાન ખાનને પણ બનાવી દીધો બેકગ્રાઉન્ડ ડાન્સર, “ગુજરાતી કંઈપણ કરી શકે…” વાયરલ થયો વીડિયો

અંબાણીની મોટી પાર્ટીમાં ભાઈજાન સલમાન અનંત અંબાણીની પાછળ પાછળ નાચતો દેખાયો, પૈસા હોય તો શું ન થઇ શકે….જુઓ

31 માર્ચ 2023ના રોજ દેશ અને દુનિયાના સૌથી ધનાઢ્ય પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ હતો. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ એ દિવસે પોતાના સપનાને પૂર્ણ કર્યું અને ખુબ જ શાનદાર નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટરનું ઉદ્દઘાટન કર્યું. ત્યારે આ પ્રસંગે દેશ અને દુનિયાની મોટી મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત આ પાર્ટીમાં આખું બૉલીવુડ પણ ઉમટી પડ્યું હતું.

ઘણા બોલિવૂડ સ્ટાર્સે તેમના શાનદાર પર્ફોર્મન્સ સાથે ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા હતા. આ ઈવેન્ટમાં સલમાન ખાને પણ હાજરી આપી હતી, જે બાદ તેની ઘણી તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. આ દરમિયાન તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

સલમાન ખાનનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે NMACCનો નથી, પરંતુ તે ઘણો જૂનો વીડિયો છે. ભાઈજાનનો આ વીડિયો મુકેશ અંબાણી અને નીતાની દીકરી ઈશા અંબાણીની સંગીત સેરેમનીનો છે. આ વીડિયોમાં સલમાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે સ્ટેજ પર બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કરતો જોવા મળે છે.

વીડિયોમાં અનંત ગિટાર લઈને રાધિકા મર્ચન્ટ સાથે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો છે. જ્યારે, સલમાન તેની પાછળ સ્ટેજ પર બેસીને ડાન્સ કરતો જોવા મળે છે. ત્યારે આ ભાઈજાનના ચાહકોને પસંદ ન આવ્યું અને સલમાનની મજાક ઉડાવવા અને તેની ટીકા કરવા લાગ્યા. લોકો કહે છે કે આ વીડિયો ભલે જૂનો છે, પરંતુ તે અંબાણીની પાર્ટીનો છે, જ્યાં સલમાન સુપરસ્ટાર હોવા છતાં બેકગ્રાઉન્ડ ડાન્સર રહે છે.

ભાઈજાનનો આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વીડિયો પર વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈને બેકગ્રાઉન્ડ ડાન્સર બનાવવામાં આવ્યો.’ જ્યારે એકે લખ્યું, ‘પૈસાથી કંઈ પણ થઈ શકે છે.’, બીજા યુઝરે લખ્યું, ‘આ પૈસાની શક્તિ છે. પૈસાના જોરે તમે બોલિવૂડના સુપરસ્ટાર્સને તમારા ઇશારે ડાન્સ પણ કરાવી શકો છો. એક યુઝરે લખ્યું, ‘પૈસે કા ચક્કર હે બાબુ ભૈયા, પૈસા કા ચક્કર’.

શુક્રવારે સાંજે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન એક ભવ્ય સમારોહ સાથે કરવામાં આવ્યું હતું જ્યાં નીતા અંબાણીએ પોતે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. આ ઈવેન્ટમાં ટોમ હોલેન્ડ અને જીજી હદીદ, નિક જોનાસ જેવા હોલીવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ સાથે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, રેખા, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

Niraj Patel