લો બોલો…1-2 નહિ પણ આ સેલ્સમેનની છે 7 પત્નીઓ, કહે છે કે “મારા પ્રેમમાં પાગલ થઇ જાય છે મહિલાઓ”, જુઓ અનોખી કહાની

અહીંયા લોકોથી એક નથી સચવાતી ત્યાં આ ભાઈ લઈને ફરે છે સાત-સાત પત્નીઓ, આખી કહાની જાણીને હેરાન રહી જશો..

ઘણા લોકોને તમે જોયા હશે જે એકવાર લગ્ન કરીને કંટાળી જતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ પત્નીઓને લઈને ઘણા બધા જોક્સ બનતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે બે લગ્ન પણ કરતા હોય છે, પરંતુ હાલ એક એવા વ્યક્તિની કહાની સોશિયલ મીડિયામાં સામે આવી છે જેને એક બે નહિ પરંતુ 7-7 પત્નીઓ છે. (Image Credit:Nattapong Chablaem/ Instagram)

આ વ્યક્તિ છે થાઈલેન્ડનો અને ખાસ વાત તો એ છે કે આ પોતાની સાતેય પત્નીઓ સાથે એક જ ઘરમાં રહે છે. સાત પત્નીઓ ધરાવતો આ માણસ દાવો કરે છે કે તેની પાસે એવા ગુણો છે જેના કારણે મહિલાઓ તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે. આ માણસને સાત પત્નીઓ દ્વારા કુલ 9 બાળકો છે.

આ વ્યક્તિએ જેની સાથે લગ્ન કર્યા છે તેમાંથી મોટાભાગની 7 મહિલાઓ એવી છે જેમને તે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા મિત્રો દ્વારા મળ્યો હતો. છબલેમ નામના આ વ્યક્તિનો દાવો છે કે તે ફ્લર્ટિંગમાં એટલો નિપુણ છે કે છોકરીઓ તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે. ઘણા બધા લગ્નો વિશે છબલેમ કહે છે, ‘હું બહુ ફ્લર્ટ કરું છું. મારામાં એવા ગુણ છે જેના કારણે સ્ત્રીઓ મારા પ્રેમમાં પાગલ થઈ જાય છે. હું અલગ-અલગ સ્ત્રીઓ સાથે છૂપી રીતે રહી શકતો નથી, તેથી મારી બધી પત્નીઓ સાથે રહે છે.”

છબલેમ કહે છે, ‘મારી બધી પત્નીઓ સાથે રહે છે. ન તો કોઈની સાથે ઝઘડો કે ન કોઈને ફરિયાદ. તે એમ પણ કહે છે કે તેનામાં એવા ગુણ છે કે તે સાત પત્નીઓને એક જગ્યાએ રાખી શકે છે. તે પડકાર ફેંકે છે કે બીજી કોઈ વ્યક્તિ આટલી બધી પત્નીઓને સાથે રાખી શકતો નથી કે સંભાળી શકતો નથી.

તે પોતાની પત્નીઓ વિશે કહે છે, તેઓ બધા સારી રીતે વર્તે છે, સારી રીતે વાત કરે છે, તેઓ બાલિશ નથી અને બેકાબૂ પણ નથી, તેથી મને કોઈ વાતની ચિંતા નથી.  તે એમ પણ કહે છે કે “હું સલાહ આપુ છું કે જો તમે મેનેજ નથી કરી શકતા તો એક પત્ની જ રાખવી સારું રહેશે. જો તમે તેને નિયંત્રિત નથી કરી શકાતા તો તે ખુબ જ ખરાબ થશે. મહિલાઓ લડશે. જ્યાં સુધી મારો સવાલ છે તો હું તો નિયંત્રિત કરી શકું છું.”

Niraj Patel