સ્વરા ભાસ્કરના ફહાદ સાથે લગ્ન પર ભડકી પ્રાચી, બોલી- શ્રદ્ધાની જેમ 35 ટુકડા મળશે, જલ્દી થશે તલાક
બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને સમાજવાદી પાર્ટી નેતા ફહાદ અહમદના લગ્ન છેલ્લા કેટલાક દિવસથી ઘણા ચર્ચામાં છે. ત્યારે હવે લગ્ન બાદ હિંદુ પરિષદની ફાયરબ્રાંડ નેતા સાધ્વી પ્રાચીનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. સોમવારે બરેલી પહોંચેલી સાધ્વી પ્રાચીએ કહ્યુ કે, સ્વરા ભાસ્કર પહેલાથી જ હિંદુ વિરોધી નિવેદન આપતી રહી છે. તેણે ફ્રિજ અને સૂટકેસમાં રાખેલ શ્રદ્ધા અને નિક્કીના ટુકડા નથી જોયા.
જો જોયા હોતા તો તે ફહાદ અહમદ સાથે લગ્ન ના કરતી. સાધ્વી પ્રાચીએ કહ્યુ કે- મને લાગી રહ્યુ હતુ કે તે લગ્ન બીજા ધર્મમાં કરી શકે છે. પહેલા ઘણીવાર સ્વરા ભાસ્કરની પ્રતિક્રિયાથી મને આવું લાગ્યુ કે આ તેનો પર્સનલ મામલો છે. હું વધારે કંઇ કહેવા નથી માહતી. પણ જલ્દી જ મીડિયામાં સામે આવી શકે છે કે સ્વરાની પણ શ્રદ્ધા જેવી હાલત ન થઇ જાય વિશ્વ હિંદુ પરિષદની નેતા સાધ્વી પ્રાચીએ કહ્યુ- હવે આ ઓપન થઇ ગયુ છે કે તેણે મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા છે.
જે છોકરી તે ધર્મમાં જાય છે કોઇના 35 ટુકડા તો કોઇના 32 ટુકડા થાય છે. ટીના ડાબી ક્યાં છે આજે. હું કહીશ કે પોતાના હિંદુ ધર્મને પણ સંભાળી રાખો. સાધ્વીએ કહ્યુ કે- હિંદુસ્તાન હિંદુઓ માટે બન્યુ હતુ, જેટલા પણ મુસ્લિમ છે કે તે બધા કન્વર્ટેડ છે. અમે તેને ઘર વાપસીનું આમંત્રણ આપીએ છીએ. બધાના પૂર્વજ હિન્દુ છે. રામ, કૃષ્ણ અને ભોલેનાથ છે. ધર્મના આધારે હિંદુસ્તાન બન્યુ હતુ, આ માટે આવો પોતાના ઘરે પાછા. 4 કરોડથી 25 કરોડ પહોંચ્યા છીએ,
તલવારના ડરથી સલવાર પહેરી, બધાના પૂર્વજ હિંદુ છે. હિંદુસ્તાન વાસીઓના પૂર્વજ હિંદુ હતા. ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ફહાદ અહમદ સાથે લગ્ન કર્યા છે જે બરેલીના રહેવાસી છે. બંનેએ હાલમાં જ લગ્ન કર્યા, પણ આ લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટથી 16 માર્ચે કાનૂન જામા પહેરવામાં માટે દિલ્લીના સાકેતની એક હોટલમાં સાર્વજનિક રીતે નિકાહ પઢાશે. 19 માર્ચના રોજ બરેલીના બહેડીમાં પૈતૃક નિવાસ પર દાવત-એ-વલીમા એટલે કે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.
ફહાદના પિતા અનુસાર, 16 માર્ચે દિલ્લીમાં નિકાહ બાદ 17 માર્ચે દીકરો-વહુ બહેડી આવી જશે અને 19 માર્ચે દાવત એ વલીમા થશે. જણાવી દઇએ કે, ફહાદ અહમદ કોંગ્રેસ નેતા અને સમાજસેવી જર્રાર અહમદના દીકરા છે. ત્યાં ફહાદ પોતે વર્તમાનમાં મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના યુવા વિંગના પ્રદેશ અધ્યક્ષ છે. હાલ તો મુંબઇમાં રહે છે.