કહાની એ કમાલના વ્યક્તિની, જેમણે સચિન તેંદુલકરને અરબપતિ બનાવ્યા
આજથી 25-27 વર્ષ પહેલા ઓછા લોકોએ વિચાર્યુ હશે કે કોઇ ક્રિકેટર અરબપતિ હોઇ શકે છે. સચિન તેંદુલકર ક્રિકેટના સૌથી મોટા બ્રાંડમાંના એક રહ્યા છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ એ કહાની વિશે કે જેમણે ભારતીય ક્રિકેટ સાથે સાથે સચિન તેંદુલકરની પણ કિસ્મત બદલી દીધી. એ વ્યક્તિનું નામ હતુ માર્ક. તેમને જગમોહન ડાલમિયાના ઘણા નજીકના માનવામાં આવે છે.
આ વ્યક્તિએ 15 લોકોની ટીમ સાથે મળીને મોટી મોટી કંપનીઓની નીંવ હલાવી દીધી હતી. સચિનને એટલા પૈસા આપ્યા કે બાકી ક્રિકેટર્સ મળીને પણ તેમની કમાણીના એક તૃતીયાંશ પણ કમાવી શક્યા ન હતા. વર્ષ 1993માં દુનિયાએ પહેલી વાર ક્રિકેટરોને રંગીન કપડામાં જોયા, પાકિસ્તાન વિશ્વ ચેંપિયન બની ચૂક્યુ હતુુ. ભારતમાં આર્થિક ઉદારીકરણ ચાલી રહ્યુુ હતુ. BCCI અધ્યક્ષ ઇંદરજીત સિંહ બિંદ્રા અને જગમોહન ડાલમિયા 1987ના બાદ એકવાર ફરી ICC વિશ્વકપ એશિયામાં લાવી ચૂક્યા હતા.
હવે બંનેની નજર આ વિશ્વકપથી વધારે પૈસા કમાવવા પર હતી, તેમાં મહત્વનું હતુ બ્રોડકાસ્ટિંગનું, આ વર્ષે બંનેને કાનૂની રીતે ભારતની મેચ પ્રસારિત કરવી એ એક્સકલૂસિવ રાઇટ્સ દૂરદર્શનથી છીનવી લીધો હતો. દૂરદર્શન મેચ બતાવવાના પૈસા આપતુ ન હતુ. પરંતુ બધી મેચની પ્રોડક્શન કાસ્ટના રૂપમાં BCCI પાસેથી પૈસા લેતા હતા. દૂરદર્શનના એકાધિકાર ખત્મ હોવા બાદ ટ્રાંસ વર્લ્ડ ઇન્ટરનેશનલ નામની કંપનીએ વર્ષ 1993ની ભારત ઇંગ્લેન્ડ સીરીઝના પ્રસારણના રાઇટ્સ ખરીદ્યા અને આ ડીલથી BCCIને 6 લાખ ડોલર એટલે કે લગભગ 22 કરોડ રૂપિયા મળ્યા.
જગમોહન ડાલમિયા અને બિંદ્રાને રમત સમજમાં આવી ચૂકી હતી. તેમને ખબર પડી ચૂકી હતી કે જે કામ માટે દુરદર્શન મનર્જી બતાવતુ તેને પોતાના હિસાબથી પૈસા કમાવી શકાય છે. તે બાદ 1996 વિશ્વકપ પ્રસારણની બોલીઓ લગાવવાની શરૂ કરી દીધી હતી. ટીડબ્લયૂઆઇએ 85 લાખ ડોલરની બોલી લગાવી હતી. પરંતુ તે અગ્રીમ ચૂકવણી કરવા માંગતા ન હતા પરંતુ બીસીસીઆઇને અગ્રિમ ચૂકવણીની જરૂરત હતી. એવામાં તેમની મુલાકાત માર્ક મસ્કરેન્હાસથી થઇ.
માર્ક મસ્કરેન્હાસ 39 વર્ષિય ભારતીય યુવા હતા. જેની પ્રોફાઇલ જોનારને એ વિશ્વાસ નહિ થાય કે 39 વર્ષની ઉંમરમાં કોઇ માણસ એટલા પૈસા કેવી રીતે કમાઇ શકે છે. તેમણે બેંગલુરુથી અભ્યાસ કર્યો છે. પછી અમેરિકી ટેલિવિઝન ગ્રુપ સીબીએસના રેડિયો ડિપાર્ટમેન્ટથી સેલ્સમેનના રૂપમાં કરિયરની શરૂઆત કરી.
કરિયરના પહેલા ઇન્ટરવ્યુમાં એવી વાત કહી કે વેકેન્સી વગર જ તેમને નોકરી આપી હતી. આઉટલુક અનુસાર તેમના પહેલા બોસ મિસ્ટર રોન ગિલ્બર્ટે જણાવ્યુ હતુ કે, ત્યારે તેમની કંપનીમાં કોઇ વેકેન્સી હતી નહિ. પરંતુ ત્યાની એક પોલિસી હતી કે જે લોકો નોકરીની શોધ કરી રહ્યા હોય તેમને તેઓ એક મોકો આપતા હતા. માર્ક ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા, જતા સમયે તેઓ એકાએક રૂક્યા અને મને પૂછયુ કે મિસ્ટર ગિલ્બર્ટ, તમે એ લોકોમાંના એક તો નથી જે કમાણીની અંદર કામ કરનાર સેલ્સમેનોના પ્રદર્શન પર નિર્ભર છે.
માર્કે કહ્યુ કે, ઘણી બધી જરૂરતો છે, તે પોતાની ફોક્સવેગન કાર વેચીને BMW લેવા ઇચ્છે છે. તેને ભારત તેમની બહેનને મળવા જઉ છે. તેની વાત સાંભળી મેં તેને તરત જ બેસાડી દીધા અને નોકરી આપી દીધી, તે મારો બેસ્ટ સેલ્સમેન બન્યો. માર્કે તેની સ્કિલ્સના દમ પર તેની એક જ વર્ષમાં તેની સેલેરી ત્રણ ગણી વધારી દીધી. કેટલાક વર્ષ બાદ ટીવીની દુનિયામાં તેમને ઇન્ટરેસ્ટ જાગ્યો. તે રેડિયો છોડી ટીવી માટે કામ કરવા લાગ્યા.
માર્કનું નામ હવે ભારતીય ક્રિકેટ બજારમાં મશહૂર થઇ ચૂક્યુ છે. પરંતુ હજી ખેલાડી દૂર હતા, વિશ્વકપથી કમાણી કર્યા બાદ પાક્કા સેલ્સમેન માર્કે પોતાની કંપની શરૂ કરી. વર્લ્ડ ટેલના નામથી આ કંપનીમાં રવિ શાસ્ત્રીને તેમના પાર્ટનર બનાવ્યા. તેઓ પૈસા બનાવવા માટે નવી રીત શોધવા લાગ્યા.
તે દોરમાં ક્રિકેટર્સના સુપરસ્ટાર હોવાનો સિલસિલો શરૂ થઇ ગયો હતો. ક્રિકેટરોને ઘર-ઘરમાં ઓળખ મળી હતી. જાહેરાતોથી મોટી કમાણી થઇ રહી હતી. પરંતુ હજી ક્રિકેટની દુનિયામાં સેલિબ્રિટી મેનેજમેન્ટ જેવુ કંઇ ન હતુ. માર્ક તે દિશામાં આગળ વધ્યા અને શાસ્ત્રીએ તેમની મુલાકાત સચિન તેંદુલકર સાથે કરાવી, ત્યારે માર્કને પહેલી જ મુલાકાતમાં સચિનની કિંમત સમજ આવી ગઇ હતી. લોકોએ તેમની સમજ પર સવાલ ઊભા કર્યા.પરંતુ માર્ક તેમનું મન બનાવી ચૂક્યા હતા.
તેમણે ઓક્ટોબર 1995માં સચિન સાથે 5 વર્ષની ડીલ કરી લીધી અને આ ડીલમાં માસ્ટર બ્લાસ્ટરને 5 વર્ષમાં 75 લાખ ડોલર એટલે કે લગભગ 27 કરોડ રૂપિયા મળવાના હતા. આટલી મોટી ડીલે માર્કને રાતો રાત ફેમસ કરી દીધા.માર્કની કંપનીમાં 1997માં 1.5 કરોડ ડોલરનો બિઝનેસ થયો. ત્યારે તેમાં કુલ 15 લોકો કામ કરતા હતા. માર્કે લગભગ દેશના ક્રિકેટ બોર્ડમાં કમાલના સંબંધ હતા. 1995માં માર્કે સચિન સાથે 75 લાખ અમેરિકી ડોલરનો કોન્ટ્રેક્ટ સાઇન કરી લીધો. 1998માં સચિન 1 કરોડ ડોલરની જાહેરાત સાઇન કરી ચૂક્યા હતા.
તમને જણાવી દઇએ કે, 27 જાન્યુઆરી 2002ના રોજ એક એક્સિડન્ટમાં માર્કની મોત થઇ ગઇ. તે એમપીથી ટાટા સૂમોમાં મુંબઇ આવી રહ્યા હતા. નાગપુરથી 80 કિમી પહેલા જ તેમની ગાડીનું આગળનું ટાયર ફાટી ગયુ અને ગાડી પલટી ગઇ, ઘટના સ્થળ પર જ તેમની મોત થઇ ગઇ.