ગામડાની આ 12 વર્ષની છોકરીની બોલિંગના ફેન થયા સચિન તેંડુલકર, માસ્ટર બ્લાસ્ટરને અપાવી રહી છે દિગ્ગજ બોલરની યાદ- જુઓ વીડિયો

રાજસ્થાનની એક 12 વર્ષની છોકરીની બોલિંગનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ છોકરી નેટ્સ પર બોલિંગ કરી રહી છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકર આ વીડિયો જોયા બાદ ખૂબ જ ખુશ છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે તેણે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટેગ કર્યો છે. આ છોકરીનું નામ સુશીલા મીના છે અને તે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે. આ છોકરીની બોલિંગ જોઈને સચિન આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તેમણે આ છોકરીની બોલિંગ એક્શનની સરખામણી ઝહીર ખાન સાથે કરી. જો જોવામાં આવે તો સુશીલાની એક્શન ઘણી હદ સુધી ઝહીર જેવી જ છે. ઝહીર જે રીતે જમ્પ લેતી વખતે હાથ રોકતો હતો અને પછી બોલ ડિલિવર કરતો આ છોકરી પણ તેવી જ રીતે કરે છે. વીડિયોમાં સુશીલાને જૂતા વગર ઉઘાડાપગે બોલિંગ કરતી જોઈ શકાય છે. સચિને સુશીલાનો વીડિયો પોસ્ટ કરી લખ્યું કે, “સ્મૂથ, એફર્ટલેસ અને જોવામાં મજા આવે છે. સુશીલા મીનાની એક્શનમાં તમારી ઝલક છે ઝહીર ખાન.”

ઝહીર પણ આ વીડિયો પર ટિપ્પણી કરવાથી પોતાને રોકી શક્યો નહીં. સચિનની પોસ્ટને રીપોસ્ટ કરતા તેણે લખ્યું, “તમે આ બાબતમાં બિલકુલ સાચા છો. હું તમારી સાથે અસહમત નથી થઈ શકતો. તેની એક્શન એકદમ સરળ અને અસરકારક છે. તેણે પહેલાથી જ ઘણી અપેક્ષાઓ ઉભી કરી ચૂકી છે.” ક્રિકેટને સમજવા વાળા લોકો બધા જાણે છે કે સચિન એ પારખી છે જેને ટેલેન્ટની સારી એવી સમજ છે. તે પ્રતિભાને ખૂબ જ જલ્દી ઓળખે છે.

આ પહેલીવાર નથી જ્યારે સચિને સ્થાનિક પ્રતિભાનો વીડિયો પોસ્ટ કર્યો હોય. આ પહેલા પણ તેમણે સોશિયલ મીડિયા પર જમ્મુ-કાશ્મીરના પેરા ક્રિકેટર આમિર હુસૈનની જાહેરમાં પ્રશંસા કરી હતી. આમિર એક એવો ક્રિકેટર છે જેને હાથ નથી અને પગથી બોલિંગ કરે છે. આમિર તેની ગરદન અને ખભા વચ્ચે બેટ વડે બેટિંગ કરે છે. આ જોઈને સચિન આમિરના વખાણ કર્યા વગર રહી શક્યા નહીં.

Shah Jina