6 વર્ષના બાળકનો જન્મદિવસ બન્યો છેલ્લો દિવસ, રિક્ષામાં ફરવા જઇ રહ્યો હતો પરિવાર અને અચાનક મોત બનીને આવી ઇકો કાર

રાજયભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે અને આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થતા હોય છે તો કેટલાક લોકોના મોત પણ થતા હોય છે. છેલ્લા ઘણા દિવસોથી રાજયમાંથી અનેક જગ્યાએ અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવતા હોય છે, ત્યારે હાલમાં વધુ એક અકસ્માત થયાના અહેવાલ સામે આવ્યા છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને લગભગ 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત રિક્ષા અને કાર વચ્ચે થયો છે, જેમાં એક 2 વર્ષના બાળકનું મોત થઇ ગયુ છે અને તેને પગલે ચકચાર મચી જવા પામી છે.

પ્રાંતિજના ઓરણા ગામના વ્યક્તિના પુત્રનો જન્મદિવસ હતો. ત્યારે તેઓ જન્મદિવસે ફરવા જઇ રહ્યા હતા. બપોરના લગભગ 2 વાગ્યા આસપાસ ઇડરના કડિયાદરા અને ચોટાસણાની સીમમાં ઇકો કારે રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર પિતા, પુત્ર અને એક 2 વર્ષના બાળકનું મોત થઇ ગયુ હતુ. આ અકસ્માત મંગળવારના રોજ થયો હતો.

સાબરકાઠાંના ઇડર તાલુકાના કડિયાદરા નજીક ઇકો અને રિક્ષા વચ્ચે ટક્કર થઇ હતી અને આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત તેમાં સવાર બે બાળકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા જયારે આ દુર્ઘટનામાં લગભગ 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. ઘાયલને સારવાર માટે ઇડરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને પોલિસને આ ઘટનાની જાણ થતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇકોની ટક્કર એટલી જબરદસ્ત હતી કે રિક્ષાને ઘણુ નુકશાન થયુ હતુ, આ ઉપરાંત રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. ઘાયલ તમામ લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક અને ઇજાગ્રસ્ત હિંમતનગરના આકોદરા અને પ્રાંતિજના ઓરણ ગામના હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.

આ દુર્ઘટનામાં નરેન્દ્રસિંહ બાબુભાઇ મકવાણા, હેતાર્થ નરેન્દ્રસિંહ મકવાણા જેનો જન્મદિવસ હતો અને તેની ઉંમર 6 વર્ષ છે. વંશ કલ્પેશભાઈ પરમાર જેની ઉંમર 2 વર્ષ છે તેમનું મોત થયુ છે.

Shah Jina