દીકરીની જેમ સાસુ-સસરાએ કર્યુ વહુનું કન્યાદાન, વહુને જે ગિફ્ટ આપી તે સાંભળીને પેટ ભરીને વખાણ કરશો

કોરોનામાં દીકરાને ગુમાવ્યો, એક વર્ષ બાદ સાસુ-સસરાએ કરાવ્યા વહુના લગ્ન, વહુને આપેલી ગિફ્ટ વિશે સાંભળીને કહેશો ધન્ય છે આ સાસુ સસરા

દીકરાની કોરોનાથી મોત થયા બાદ સાસુ-સસરાએ વહુને દીકરીને જેમ માની અને એક વર્ષ પછી તેના બીજા લગ્ન પણ કરાવ્યા અને કન્યાદાન પણ કર્યુ.આ ઉપરાંત તેમણે વહુના નામે 2.10 લાખની FD પણ કરાવી. આ મામલો રાજસ્થાનના સીકરના શ્રીમાધોપુર વિસ્તારનો છે. પુષ્પનગરના રહેવાસી રમેશ સોનીના દીકરા મુકેશ સોનીને છેલ્લા વર્ષે કોરોના થઇ ગયો હતો. બીમર થયાના કેટલાક દિવસ બાદ 5 મે 2021ના રોજ તેની મોત થઇ હઇ હતી. રમેશ સોનીએ જણાવ્યુ કે, તેમના પુત્રના લગ્ન 2003માં લોસલ વિસ્તારના રહેવાસી શિવ ભગવાન સોનીની પુત્રી પૂજા સાથે થયા હતા.

લગ્નના 18 વર્ષ બાદ બંનેને એક પુત્રી થઈ હતી, પરંતુ પુત્રીના જન્મના એક મહિના બાદ જ મુકેશનું અવસાન થયું. પુત્રના અવસાન બાદ પુત્રવધૂ પૂજા દુઃખી થઇ ગઇ હતી. પુત્રવધૂને જીવનમાં આગળ લઈ જવા માટે તેમણે તેના બીજા લગ્ન કરવાનું મન બનાવી લીધું. પરિવારમાં મસલત કરીને સારા છોકરાની શોધ શરૂ કરી. પુત્રવધૂ માટે વરની શોધ કરતી વખતે સગપણ દ્વારા તે જયપુર સ્થિત ઝવેરી નાગરમલ સોનીને મળ્યા.

તેમનો પુત્ર કૈલાશ પણ તેમની સાથે કામ સંભાળે છે. તેની પત્નીનું પણ ગયા વર્ષે અવસાન થયું હતું. આવી સ્થિતિમાં બંને પરિવારોએ કૈલાશ અને પૂજાનો પરિચય કરાવ્યો અને પછી બંનેના લગ્નની પુષ્ટિ કરી. મંગળવારે બંનેએ સીકરના રાયવાસા ધામના જાનકીનાથ મંદિરમાં ફેરા ફર્યા અને નવા જીવનની શરૂઆત કરી. પરિવારના સભ્યો અને સંબંધીઓએ બંનેને સુખી જીવનના આશીર્વાદ આપ્યા હતા.

સીકરના રાયવાસા ધામમાં જાનકીનાથ મંદિરમાં સ્વામી રાઘવાચાર્યની હાજરીમાં મંગળવારે કૈલાશ અને પૂજાના લગ્ન થયા હતા. લગ્નમાં બંને પરિવારના લોકો હાજર રહ્યા હતા. પૂજા પહેલા સસરાએ તેના નામે 2.10 લાખની એફડી પણ કરાવી છે. પૂજાને તેના પહેલા પતિ મુકેશથી એક વર્ષની પુત્રી છે. લગ્ન બાદ બાળકી તેની માતા સાથે નવા પરિવારમાં રહેશે.

Shah Jina