અનુપમાએ ખરીદી મર્સીડીઝ કાર: ક્યારેક ખુશીમાં કર્યો ડાન્સ તો ક્યારેક પતિને ગળે લગાવતી જોવા મળી રૂપાલી ગાંગુલી, એક કરોડ રૂપિયા છે ગાડીની કિંમત

“અનુપમા” ફેમ રૂપાલી ગાંગુલીએ ખરીદી ચમચમાતી કાર, પતિ અને દીકરા સાથે પૂજા કરીને ઘરે લાવી નવી ગાડી, મહાદેવનો માન્યો આભાર

બોલીવુડના સ્ટાર્સની જેમ ટીવીના સ્ટાર્સ પણ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલા રહેતા હોય છે. ઘણી બધી ધારાવાહિકો એવી છે જેને દર્શકો નિયમિત જોતા હોય છે અને તેના કલાકારોને પણ ફોલો કરતા હોય છે. એમાં પણ “અનુપમા” ધારાવાહિક તો હવે દરેક ઘરની પહેલી પસંદ બની ગઈ છે. અનુપમાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલીનો પણ ખુબ જ મોટો ચાહકવર્ગ છે.

રૂપાલી તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના જીવન સાથે જોડાયેલી બાબતોને પણ સતત શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ રુપાલીએ તેના ચાહકો સાથે એક ખુશ ખબર શેર કરી છે. રૂપાલીએ એક ખુબ જ શાનદાર અને લક્ઝુરિયસ કાર પોતાના માટે ખરીદી છે. જેનો વીડિયો રુપાલીએ તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

રૂપાલી ગાંગુલીએ મર્સિડીઝ કંપનીની GLE 300d મોડલ કંપનીની કાર ખરીદી છે. આ કારની ઓન-રોડ કિંમત લગભગ એક કરોડ રૂપિયા છે. વીડિયોમાં અનુપમા તેના આખા પરિવાર સાથે જોવા મળી રહી છે. તેઓ સાથે મળીને કારનું કવર હટાવતા જોવા મળે છે. જ્યારે રૂપાલી કારની આરતી કરી રહી છે, ત્યારે તેનો પતિ આ શુભ અવસર પર નારિયેળ તોડી રહ્યો છે. રૂપાલીના પરિવારે કેક કાપીને એ ક્ષણને વધુ યાદગાર બનાવી હતી.

વીડિયોમાં રૂપાલી ગાંગુલી તેના પતિ અને પુત્રને ગળે લગાવતી પણ જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતી વખતે રૂપાલીએ ત્રણ લોકોનો આભાર માન્યો છે, જેમણે તેનું સપનું પૂરું કરવામાં મદદ કરી છે. સૌ પ્રથમ રૂપાલીએ તેના પતિ અશ્વિન વર્માનો આભાર માન્યો. આ પછી તે અનુપમા શોના નિર્દેશક રાજન શાહીનો આભાર માને છે અને અંતે તે તેના પુત્ર રુદ્રાક્ષ વર્માનો આભાર માને છે.

તમને જણાવી દઈએ કે રૂપાલી કાર પ્રેમી છે અને તેની પાસે આના પહેલાની પણ બે લક્ઝરી કાર છે. તેની પાસે પહેલેથી જ જગુઆર અને મહિન્દ્રા થાર છે. હવે તેના કલેક્શનમાં નવી મર્સિડીઝ કાર પણ સામેલ થઈ ગઈ છે. અનુપમા ઉર્ફે રૂપાલીના ચાહકો પણ તેને નવી કાર માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

Niraj Patel