ફિલ્મ ‘RRR’ની સક્સેસ પાર્ટીમાં પહોંચ્યા આ બોલિવૂડ સ્ટાર્સ, અજય દેવગણ અને આલિયા ભટ્ટ ક્યાં ગાયબ થઇ ગયા ?

જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મ ‘RRR’ની સક્સેસ પાર્ટી મુંબઈમાં રાખવામાં આવી હતી. ફિલ્મના બધા વર્ઝને મળીને 900 કરોડ રૂપિયાથી વધારેનો બિઝનેસ કરી લીધો છે. આની જ ખુશીમાં મેકર્સે મુંબઈમાં એક શાનદાર પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ટોલિવૂડ અને બોલિવૂડના મોટા ફિલ્મ મેકર્સ, અભિનેતા અને પ્રોડ્યુસર શામેલ થયા હતા. આ પાર્ટીની ઘણી બધી તસવીરો પણ હાલ વાયરલ થઇ રહી છે.

‘RRR’ની સક્સેસ પાર્ટીમાં રામ ચરણ બ્લેક આઉટફિટમાં પહોંચ્યા હતા. આ દરમ્યાન તે ખુબ જ ક્યૂટ દેખાઇ રહ્યા હતા પરંતુ તેમણે પગમાં કશું પહેર્યું હતું નહિ જેણે બધાનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું હતું. જુનિયર એનટી આર હૈદરાબાદથી ડાયરેક્ટ આ ઇવેન્ટમાં શામેલ થયા હતા.

આ દરમ્યાન તેમણે બ્લુ કલરની ટી-શર્ટ અને બ્લેઝર પહેર્યું હતું. તેમણે સક્સેસ પાર્ટીને ખુબ એન્જોય કરી હતી. બોલિવૂડના ગીતકાર જાવેદ અખ્તર પણ ‘RRR’ની સક્સેસ પાર્ટીમાં શામેલ થયા હતા. આ દરમ્યાન તેમણે ફિલ્મના ખુબ વખાણ કર્યા હતા. ‘RRR’ની ટીમથી જોડાયેલ બોલિવૂડના ફિલ્મમેકર કરણ જોહરે પણ આ સક્સેસ પાર્ટીમાં ભાગ લીધો હતો.

બોલિવૂડની ડાયરેકર જોડી અબ્બાસ મસ્તાના પણ ‘RRR’ની સક્સેસ પાર્ટીમાં શામેલ થયા હતા. આ દરમ્યાન બંને હંમેશાની જેમ સફેદ આઉટફિટમાં નજર આવ્યા હતા. પ્રોડ્યુસર જયંતીલાલ ગડા અને સતીશ કૌશિક પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. ‘RRR’ના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર 198.09 કરોડ રૂપિયાની કમાણી મંગળવાર સુધી કરી દીધી હતી.

આજે ફિલ્મ 200 કરોડ રૂપિયાના ક્લબમાં શામેલ થવા જઈ રહી છે. ‘RRR’ની આ ઇવેન્ટમાં ફિલ્મની પુરી કાસ્ટ અને મેકર્સ શામેલ થયા હતા પરંતુ અજય દેવગણ અને આલિયા ભટ્ટ આ ઇવેન્ટમાં નજર આવ્યા હતા નહિ.

પાર્ટીમાં ફિલ્મની થીમ સાથે જોડાયેલ એક શાનદાર કેક પણ રાખવામાં આવી હતી જેને રાજામૌલીએ રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે મળીને કાપી હતી. આમિર ખાને રાજમૌલીની ફિલ્મ ‘RRR’ના વખાણ કર્યા હતા અને તેમણે કહ્યું કે ફિલ્મને જોવાની ઈચ્છા થઇ રહી છે પરંતુ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના કામના કારણે જોઇ નથી શક્યો.

‘RRR’ની સક્સેસ પાર્ટીમાં રાખી સાવંત પણ પહોંચી હતી. બીજા ઘણા પ્રખ્યાત સેલેબ્સ જેવા કે હુમા કુરૈશી, જીતેંદ્ર, શાંતનુ માહેશ્વરી, દર્શન કુમાર, પલક તિવારી, જોની લીવર અને શરદ કેલકર અને બીજા ઘણા આ પાર્ટીમાં શામેલ થયા હતા.

Patel Meet