સાડીમાં ટીચર અને જીન્સ-કુર્તામાં સ્ટુડન્ટ…ખોળામાં ઉઠાવી ચુમ્મા ચાટી : ધોરણ-10ના વિદ્યાર્થી સાથે ટીચરનું ફોટોશૂટ વાયરલ

કર્ણાટકમાં ટીચર અને સ્ટુડન્ટના રોમેન્ટિક ફોટોશૂટ પર વિવાદ : તસવીરોમાં ગળે લાગતા અને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા, ટીચર સસ્પેન્ડ

ટીચર અને તેના એક વિદ્યાર્થી વચ્ચેના ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. શિક્ષક અને વિદ્યાર્થીના આ ફોટોશૂટ પર યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે. રીપોર્ટ્સ અનુસાર ફોટોશૂટ એક અભ્યાસ પ્રવાસ દરમિયાન થયું હતું અને ટીચક સરકારી હાઈસ્કૂલ, મુરુગામલ્લાના છે તેમજ વિદ્યાર્થી ધોરણ-10માં અભ્યાસ કરે છે. તસવીરોમાં શિક્ષક વિદ્યાર્થીને ગળે લગાડતા અને કિસ કરતા જોવા મળે છે અને એક તસવીરમાં તો વિદ્યાર્થીએ શિક્ષકને પોતાના ખોળામાં પણ ઊંચક્યા છે.

વિદ્યાર્થીએ ટીચરને ખોળામાં ઉઠાવી કરી કિસ, કરાવ્યુ રોમેન્ટિક ફોટોશૂટ

આ તસવીરોનો કોલાજ અમિત સિંહ રાજાવત દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના માતા-પિતાએ બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO)ને ફરિયાદ કરી છે અને શિક્ષકના વર્તનની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. જો કે, શિક્ષક અને વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ પોસ્ટને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી થવી જોઈએ, તે નિર્દોષ નથી.” બીજાએ કહ્યું, “શિક્ષક તેના વિદ્યાર્થીને વ્યવહારિક રીતે લવમેકિંગની તાલીમ આપી રહ્યા છે.”

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

એક યુઝરે પ્રશ્ન કર્યો કે ફોટોશૂટ પર આટલો હંગામો કેમ થયો, તેમાં કંઈ ખોટું નથી અને જો કાર્યવાહી કરવી હોય તો બંનેને સજા થવી જોઈએ. દૈનિક ભાસ્કરના રીપોર્ટ અનુસાર, જ્યારે સ્કૂલ મેનેજમેન્ટે ટીચરના આ ફોટોશૂટ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યું કે ફોટોશૂટમાં જોવા મળેલ વિદ્યાર્થી સાથે તેના માતા-પુત્ર જેવા સંબંધ છે. આ સિવાય શિક્ષક અને વિદ્યાર્થી બંનેએ દાવો કર્યો છે કે આ તસવીરો ખાનગી રાખવાની હતી, પરંતુ કોઈક રીતે તે લીક થઈ ગઈ.

ટીચરને કરાયા સસ્પેન્ડ

આ તસવીરો સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓના વાલીઓ ગુસ્સે થઈ ગયા. બ્લોક એજ્યુકેશન ઓફિસરે જણાવ્યું કે વાલીઓની ફરિયાદ મળ્યા પછી તેમણે શાળાની મુલાકાત લીધી અને તપાસ કરી. તેમના રિપોર્ટના આધારે ચિક્કાબલ્લાપુર જિલ્લા શિક્ષણ વિભાગના નિર્દેશકે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે. શિક્ષકને સસ્પેન્ડ કરવાનો આદેશ નાયબ જાહેર સૂચના નિયામક બૈલંજિનપ્પાએ જારી કર્યો હતો.

Shah Jina