રોહિત શર્માએ જીતી લીધુ દિલ, ચેમ્પિયંસ ટ્રોફી પાસે ફોટો ક્લિક કરાવવા જતા કર્યુ એવું કે…લૂંટી મહેફિલ

રોહિત શર્માની આ હરકતે જીત્યુ કરોડો ચાહકોનું દિલ, ચેમ્પિયન્સ ટ્રોફી સાથે ગાવસ્કર, સચિન અને શાસ્ત્રીને આપ્યુ ખાસ સમ્માન

રોહિત શર્માએ રવિ શાસ્ત્રી પ્રત્યે બતાવ્યુ સમ્માન, સ્ટાર્સના જમાવડા વચ્ચે લૂંટી મહેફિલ

રવિવારે મુંબઈના ક્રિકેટ સ્ટાર્સ વાનખેડે સ્ટેડિયમમાં ભેગા થયા હતા. સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી, રોહિત શર્મા અને અજિંક્ય રહાણે સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા. રવિ શાસ્ત્રી પહેલા ગયા અને ડાબી બાજુ બેઠા. પરંતુ જ્યારે રોહિત શર્મા સ્ટેજ પર આવ્યો ત્યારે તેણે શાસ્ત્રીને વચ્ચે બેસવા વિનંતી કરી.

રોહિતના આ પગલાને શાસ્ત્રી પ્રત્યે આદર તરીકે જોવામાં આવ્યું. લોકોએ રોહિતની આ નમ્રતાની ખૂબ પ્રશંસા કરી. રવિ શાસ્ત્રીના કોચિંગ હેઠળ જ રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ કરવાની તક મળી હતી. આ કાર્યક્રમમાં રોહિતે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ચાહકો સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે ટીમ ટ્રોફી પાછી લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.

આખી ટીમનો ઉદ્દેશ્ય આ ટ્રોફી જીતવાનો છે અને રોહિતે આશા વ્યક્ત કરી કે ભારતના 140 કરોડ લોકોના આશીર્વાદ આખી ટીમ સાથે રહેશે. જણાવી દઇએ કે, ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને તે પહેલાં આ ચમકતી ટ્રોફી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાખવામાં આવી હતી.

વાનખેડે સ્ટેડિયમના પચાસ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુંબઈના દિગ્ગજ ખેલાડીઓ ત્યાં હાજર હતા અને આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બધાનું દિલ જીતી લીધું. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે એક મજબૂત ટીમની પસંદગી કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, કુલદીપ યાદવ, કેએલ રાહુલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને મોહમ્મદ શમી.

Shah Jina