સેમિફાઇનલમાં હાર બાદ છલકાઈ રોહિત શર્માની આંખો, ડ્રેસિંગ રૂમમાં બેસીને રડતો આવ્યો નજર, કોહલી પણ થયો ભાવુક, જુઓ

ઇંગ્લેન્ડ સામે સેમી ફાઇનલમાં 10 વિકેટે મળેલી કારમી હારને ભુલાવી નથી શકતો કપ્તાન રોહિત શર્મા, રડી રડીને આંખો થઇ રહી છે લાલ, જુઓ તસવીરો

ગઈકાલનો દિવસ ભારત માટે ખુબ જ આઘાતજનક રહ્યો, ગઈકાલે કરોડો ભારતીયોનું એક સપનું રોળાઈ ગયું. ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયાને ગઈકાલે સેમિફાઇનલમાં કારમી હાર મળી. જેના કારણે વર્લ્ડ કપ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. આ વાતનું દુઃખ આખા દેશને થઇ રહ્યું છે તો ભારતીય ક્રિકેટ ટીમને પણ આ દુઃખ અસહ્ય લાગી રહ્યું છે.

મેચ બાદની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ખેલાડીઓનું આ દુઃખ દેખાઈ રહ્યું છે. જેમાં ભારતીય ટીમનો કપ્તાન રોહિત શર્મા પણ રડતો જોવા મળ્યો હતો. ઉદાસ બેઠેલો રોહિત શર્મા ઘણા મોડા સમય સુધી રડતો રહ્યો અને તે જયારે જવાબ આપવા માટે પહોંચ્યો ત્યારે પણ તે ખુબ જ ભાવુક જોવા મળ્યો હતો.

આ મેચ બાદ રોહિત શર્માએ કહ્યું, “આજનો દિવસ ખૂબ જ નિરાશાજનક હતો. અમે છેલ્લી ઓવરમાં સારી બેટિંગ કરી. અમે વધુ સારી બોલિંગ કરી શક્યા નહીં. તે ફક્ત નોકઆઉટ મેચોમાં દબાણ સહન કરવાની બાબત હતી. આ સ્થિતિને સમજવા માટે તમામ ખેલાડીઓ પૂરતી ક્રિકેટ રમ્યા છે. IPL દરમિયાન ઘણા ખેલાડીઓએ પ્રેશર મેચ રમી છે. બોલિંગ કરતી વખતે અમે દબાણમાં દેખાતા હતા.”

રોહિતે આગળ જણાવ્યું કે “તેમના ઓપનર જોસ બટલર અને એલેક્સ હેલ્સને ક્રેડિટ આપવી પડશે. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી. મને લાગે છે કે પ્રથમ ઓવરથી જ સ્વિંગ આવી રહી હતી પરંતુ અમે યોગ્ય દિશામાં બોલિંગ કરી ન હતી. અમે પાકિસ્તાન સામેની મેચમાં દબાણ દૂર કર્યું. આવું જ કંઈક બાંગ્લાદેશ સામે પણ થયું હતું, પરંતુ આજે અમે તે કરી શક્યા નથી.”

રોહિત શર્મા ઉપરાંત ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી પણ મેદાનમાં ખુબ જ નિરાશ નજર આવ્યો હતો. 10 વિકેટે કારમી હાર મળ્યા બાદ વિરાટ પણ ખુબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. તે પોતાના મોઢાને પણ ટોપીથી સંતાડતો જોવા મળ્યો હતો. તેના નમી ગયેલા ખભા જણાવી રહ્યા હતા કે કોહલી આ હારથી કેટલો નિરાશ છે, જો કે વિરાટે આ સિરીઝમાં ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Niraj Patel