આવો શાતીર ચોર તમે ક્યારેય નહિ જોયો હોય, રસ્તા ઉપર બંધ ફાટક ઉપર કરી એવી રીતે ચોરી કે ઉભેલા લોકો પણ આંખો મચેડતા રહી ગયા, જુઓ વીડિયો

દેશભરમાં ચોરીની અઢળક ઘટનાઓ સામે આવતી રહે છે, ઘણી ચોરીની ઘટનાઓ કેમેરામાં પણ કેદ થઇ જતી હોય છે. જેમાં જોવા મળે છે કે ચોર ચોરી કરવા માટે એવા એવા હથકંડા અપનાવતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક શાતિર ચોર એ રીતે ચોરી કરે છે કે તેને બધા જ જોતા રહી જાય છે.

આ વીડિયોમાં તમે ઘણા લોકો રેલવે ક્રોસિંગ પર ઉભેલા જોઈ શકો છો. આ બધા ટ્રેન પસાર થયા પછી ફાટક ખુલવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે જ બંધ રેલવે ફાટકની સામેથી એક વ્યક્તિ ચાલીને બીજી તરફ આવે છે અને લોકોની વચ્ચે જ ઉભો રહી જાય છે. ત્યારે લોકોને એ વાતની પણ ખબર નહોતી કે તેમની વચ્ચે આવીને ઉભેલો આ વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નહીં પરંતુ કોઈ ચોર છે.

બંધ ફાટકની આગળ ભીડ છે અને તેમાં એક વ્યક્તિ બાઈક ઉપર ઉભા રહીને મોબાઈલમાં વાત કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે જ ચોર તે બાઈક સવારની એકદમ નજીક આવે છે અને તેના કાન ઉપરથી મોબાઈલ છીનવીને રેલવે ફાટકની સામેની તરફ ભાગી જાય છે. તે વ્યક્તિ પણ બાઈક છોડીને તેનો પીછો કરવા માટે ભાગે છે.

પરંતુ તે ચોરનું ટાઈમિંગ એટલું પરફેક્ટ હતું કે તે જેવો રેલવે ટ્રેક ક્રોસ કરે છે કે ટ્રેન આવી જાય છે. જેનો મોબાઈલ ચોરાઈ ગયો હોય છે તે ભાગવા માટે જાય છે પરંતુ ટ્રેન આવી જતા તેને આ બાજુ જ ઉભા રહી જવું પડે છે. અને આ તરફ ઉભા રહીને તે માથું ખંજવાળવા લાગે છે. આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. ઘણા લોકો તેને સ્ક્રિપ્ટેડ વીડિયો પણ જણાવી રહ્યા છે.

Niraj Patel