હજુ તો કેટલાક દિવસ પહેલા ‘અનુપમા’ સાથે કરી રહ્યા હતા શો, અચાનક થયુ મોત- જાણો કેટલી સંપત્તિ છોડી ગયા પોતાની પાછળ

હજુ તો કેટલાક દિવસ પહેલા સુધી ‘અનુપમા’ સાથે કરી રહ્યા હતા શો, અચાનક થયુ મોત- અધધધધ  સંપત્તિ છોડી ગયા પોતાની પાછળ

મશહૂર ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તેમને ગઈકાલે રાત્રે 19 ફેબ્રુઆરીના રોજ લગભગ 12:30 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ઋતુરાજ સિંહ તાજેતરમાં જ સ્ટાર પ્લસના ફેમસ શો અનુપમામાં રૂપાલી ગાંગુલી સાથે જોવા મળ્યા હતા. જે બાદ તે હેડલાઇન્સમાં રહ્યા હતા. ઋતુરાજ સિંહના નિધનથી તેમના ચાહકો અને મનોરંજન ઉદ્યોગને મોટો આઘાત લાગ્યો છે.

ઋતુરાજ સિંહને પહેલાથી જ સ્વાદુપિંડને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી, અને તેને કારણે તેમની સારવાર પણ ચાલી રહી હતી. ઋતુરાજ સિંહ અનુપમા શોમાં 5-6 એપિસોડમાં જ દેખાયા હતા. તેમણે શોમાંથી અચાનક બ્રેક લીધો પણ તે પછી આજે તેમના નિધનની ખબર સામે આવી. ઋતુરાજ સિંહે માત્ર ટીવી જ નહીં પરંતુ ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. ઋતુરાજ સિંહ કરોડોની સંપત્તિના માલિક હતા અને ઘણા વર્ષોથી મનોરંજનની દુનિયામાં સક્રિય હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે 55 થી 60 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. તેમની પાસે મુંબઈમાં ઘર અને લક્ઝરી કાર પણ છે. 23 મે 1964ના રોજ રાજસ્થાનના કોટામાં જન્મેલા ઋતુરાજ સિંહે 12 વર્ષની ઉંમરે થિયેટર કરવાનું શરૂ કર્યું. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ઋતુરાજ સિંહે કહ્યું હતું કે, જ્યારે હું 12 વર્ષનો હતો, ત્યારે મેં બાળકોના થિયેટર ગ્રુપથી શરૂઆત કરી હતી અને 17 વર્ષની ઉંમરે હું બેરી જોનના પ્રોફેશનલ ગ્રુપમાં જોડાયો હતો. મેં તેમની સાથે 12 વર્ષ સુધી થિયેટર કર્યું,

ત્યાર બાદ બે અંગ્રેજી ફિલ્મો કરી અને 1993માં મેં મારો પહેલો ટીવી શો કર્યો અને 25 વર્ષ સુધી ચાલુ રાખ્યો.” 1993માં ઋતુરાજ સિંહ મુંબઈ આવ્યા અને ટેલિવિઝન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમણે 1993માં જ ઝી ટીવીના શો ‘બનેગી અપની બાત’માં કામ કર્યું હતું. ‘બનેગી અપની બાત’માં કામ કરતા પહેલા તેમણે ઝી ટીવીનો શો ‘તોલ મોલ કે બોલ’ પણ હોસ્ટ કર્યો હતો. ઋતુરાજ સિંહ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘કુટુમ્બ’, ‘ઘર એક મંદિર’, ‘કિટી પાર્ટી’, ‘કહાની ઘર ઘર કી’, ‘CID’, ‘અદાલત’, ‘હિલ્ટર દીદી’ ‘તડપ’, ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’, ‘દિયા ઔર બાતી હમ’, ‘જ્યોતિ’, ‘બેઇંતહા’, ‘સતરંગી સસુરાલ’, ‘લાડો-2’માં તેમના કામ માટે જાણીતા છે.

તે રૂપાલી ગાંગુલીના સુપરહિટ શો ‘અનુપમા’માં પણ જોવા મળ્યા હતા. ઋતુરાજ સિંહે ‘સત્યમેવ જયતે 2’, ‘યારિયાં 2’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં વરુણ ધવનના પિતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં હતી. ઋતુરાજ સિંહે ઘણી વેબ સીરીઝમાં પણ અભિન કર્યો છે. ઋતુરાજ સિંહે તેમની વિલનની ભૂમિકા માટે ઘણી પ્રશંસા મેળવી છે.

Shah Jina