મોતને ભેટેલા પરિવારજનોને મળવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા, પરિવારજનોએ કહ્યું- અમારે વળતરની જરૂર નથી, અમે સરકારને 5ના બદલે 8 લાખ આપીએ કારણકે….

Minister Rishikesh Patel Ahmedabad Car Accident : ગતરોજ રાત્રીના સમયે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા એક ગમખ્વાર અકસ્માતે આખા ગુજરાતના રૂંવાડા ઉભા કરી દીધા છે. સોશિયલ મીડિયા અને સમાચાર ચેનલો પણ આ જ ખબર બતાવી રહી છે. આ ગોઝારા અકસ્માતમાં 9 લોકો મોતને ભેટ્યા અને તે પણ કોઈના બેફિકરાઈ ભરેલા ડ્રાઈવિંગના કારણે. એક અકસ્માતને જોવા માટે ઉભહેલા ટોળા પર પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝુરિયસ જેગુઆર કાર ફરી વળી અને 9 લોકોનો જીવ લઇ લીધો, આ ઉપરાંત 10થી વધુ લોકો ઘાયલ પણ થયા.

પરિવારની ન્યાય માટે અપીલ :

ત્યારે આ હચમચાવી દેનારી ખબર મૃતકોના પરિવારજનોને મળતા જ તે પણ આઘાતમાં આવી ગયા અને તેમને સાંત્વના આપવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ સોલા સિવિલ આવી પહોંચ્યા છે. હાલ પરિવારજનો પોતાના વ્હાલસોયાના મૃતદેહ મળી રહે તેની રાહ જોઈ રહ્યા છે અને બે હાથ જોડીને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પાસે ન્યાય મળે તેવી માંગણી પણ કરી રહ્યા છે. પરિવારજનોએ એમ પણ જણાવ્યું કે અમારે વળતર નથી જોવતું ન્યાય જોઈએ છીએ.

સરકારને 5 નહિ પણ 8 લાખ આપવા કહ્યું :

ઋષિકેશ પટેલ સામે બે હાથ જોડીને એક મૃતકના વાલીએ જણાવ્યું કે “અમારી એટલી જ માગ છે કે કોઈ પણ હિસાબે અમને અમારો ન્યાય મળવો જોઈએ. વળતરની અમારે જરૂર નથી, અમે સરકારને ફંડ આપવા તૈયારી છીએ. પાંચ નહિ આઠ લાખ આપવા તૈયાર છીએ. અમે પૈસાના ભુખ્યા નથી, પૈસા ભોગી નથી, પૈસાનો પાવર અમારે બિલકુલ નથી અને અમારે પૈસાની તાણ નથી. અમને તો ન્યાય જ જોઈએ !” ત્યારે ઋષિકેશ પટેલે પણ તેમને ન્યાય આપવાની બાંહેધરી આપી હતી.

મંત્રીએ આપી ન્યાય અપાવવાની બાંહેધરી :

આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને ગૃહમંત્રી કાર્યવાહી કરવાના છે અને પોલીસ વિભાગ કાર્યવાહી કરશે, પરંતું જે બનાવ બન્યો છે, પરિવારના દુખમાં રાજ્ય સરકાર, પ્રતિનિધિ મંડળ અને ગુજરાતની જનતા તેમના દુખમાં સહભાગી છે.” આ ઉપરાંત મુખમંત્રી દ્વારા મૃતકો અને ઘાયલોને આર્થિક સહાય આપવાનું પણ તેમને ઉમેર્યું હતું. આ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે, “બંને બાપ-બેટાને કાયદાનું ભાન થાય એવી કડક કાર્યવાહી કરીશું”

Niraj Patel