સુંદર દેખાવવાની ચાહતમાં આ મહિલાની થઇ એવી ખરાબ હાલત કે તસવીરો જોઈને તમે પણ ફફડી ઉઠશો, જુઓ

ક્લિનિકની એક ભૂલના કારણે આ મહિલાનું જીવન થઇ ગયું બરબાદ, છેલ્લા 4 વર્ષથી છે એવી હાલતમાં કે જોઈને જ રડવું આવી જશે

આજના સમયમાં સુંદર દેખાવવું દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. ઘણા લોકો સુંદર દેખાવવા માટે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ વાપરે છે, તો ઘણા લોકો સર્જરી પણ કરાવતા હોય છે. આપણે બોલીવુડના ઘણા સિતારાઓને સર્જરી કરાવતા પણ જોય છે. જેના બાદ તેમના રૂપ રંગમાં ઘણો જ બદલાવ આવી જાય છે, પરંતુ હાલ એક એવી ચોંકાવનારી ઘટના વિશે તમને જણાવવાના છીએ જેના વિશે સાંભળીને જ તમારા રૂંવાડા ઉભા થઇ જશે.

એક મહિલાને વધુ સુંદર દેખાવવા માટે સર્જરી કરાવવી ભારે પડી ગઈ અને આજે તેની જે હાલત થઇ છે તેને જોઈને કોઈને પણ રડવું આવી જાય. આ મહિલાએ સુંદર દેખાવવા અને પોતાનું નાક ઠીક કરાવવા માટે અને પોતાના શરીરનો કેટલોક ફેટ ઓછો કરાવવા માટે કોસ્મેટિક સર્જરી કરાવી હતી.

પરંતુ હવે 4 વર્ષ બાદ તેની હાલત ખુબ જ દયનિય છે. તે હોસ્પિટલના બેડ ઉપર પડી છે. મેડિકલ સાયન્સની ભાસમાં મહિલા વેજિટેટિવ સ્ટેટમાં છે, એટલે કે તેના મગજે કામ કરવાનું બંધ કરી દીધું છે અને તે કઈ બોલવા, સાંભળવા કે સમજવાની સ્થિતિમાં નથી. એક રીતે કહીએ તો આ મહિલા કોમા જેવી હાલતમાં છે. કારણ કે વેજિટેટિવ સ્ટેટ અને કોમામાં બસ એટલો જ ફર્ક છે કે વેજિટેટિવ સ્ટેટમાં વ્યક્તિ ભાનમાં રહે છે.

વેજેટેટિવ સ્ટેટમાં વ્યક્તિને ખબર નથી પડતી કે તેની આસપાસ શું ચાલી રહ્યું છે. તે ફક્ત એક જીવતી લાશની જેમ જ હોય છે. 32 વર્ષીય સબીના અબાસ 4 વર્ષથી ખરાબ હાલતમાં હોસ્પિટલમાં ભરતી છે. તેની આ હાલત નોજ જોબ અને લાઈપોસક્શન કરાવ્યા બાદ થઇ હતી. આ મહિલા સુંદર દેખાવવા માંગતી હતી અને તેના માટે આ મહિલાએ એક પ્રાઇવેટ ક્લિનિકમાં આ બંને પ્રોસિજર કરાવ્યા હતા.

2017મેં એક ડોકટરે તેનું લાઈપોસક્શન અને રાઇનોપ્લાસ્ટી એક સાથે કર્યા હતા. આ દરમિયાન 4 મિનિટ માટે તેના હૃદયે પણ કામ કરવાનું બંધ કરી દીધું હ તું. જેના બાદ તેને ક્લિનકમાં શિફ્ટ કરવામાં આવી હતી.  મીડિયા રિપોર્ટ પ્રમાણે તે ઓપરેશન દરમિયાન જ વેજેટેટિવ સ્ટેટમાં ચાલી ગઈ હતી.

ત્યારથી જ તે ના તો કઈ બોલી શકે છે કે ના કઈ સાંભળી શકે છે કે પછી ના કઈ સમજી શકે છે.સબીનાના પતિ તેની આવી હાલત માટે ક્લિનકને જવાબદાર માની રહ્યા છે. તેમને ક્લિનિકના પ્લાસ્ટિક સર્જન અને એનેસ્થેશિયોલોજિસ્ટના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી છે.

સબીના 2 બાળકોની માતા છે અને તેના આ હાલતમાં પહોંચ્યા બાદથી જ તેના પતિ અને બાળકોનું જીવન પણ મુશ્કેલી ભરેલું થઇ ગયું છે. રુસ્તમ કહે છે કે, “4 વર્ષમાં અમારું જીવન નરક બની ગયું છે, મારા 6 અને 4 વર્ષના બાળકો પોતાની માતાની ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે. હોસ્પિટલ પણ મારી પત્નીને રજા આપવા માંગે છે, પરંતુ હું તેને આવી હાલતમાં ઘરે કેવી રીતે લાવું ? ” હાલ રુસ્તમની ક્લિનક વિરુદ્ધ કાયદાકીય લડાઈ ચાલી રહી છે.

Niraj Patel