આવું નાક જોઈને ચીઢવતા હતા લોકો, પછી ડોકટરે કર્યો એવો કમાલ કે આજે આખી દુનિયામાં થઇ રહી છે ચર્ચાઓ

ઘણા લોકોને આપણે જોયા છે કે તેમને વિશિષ્ઠ અંગો હોય છે, ઘણા લોકોને 6 આંગળીઓ હોય છે તો ઘણા લોકોને શરીરનું કોઈ અંગ બાકીના લોકોના અંગો કરતા થોડું અલગ પણ હોય છે. જેમના અંગોને યોગ્ય કરાવવા માટે સર્જરી કરાવવી પડતી હોય છે, ઘણીવાર આવા અંગો બીજા લોકો માટે હાસ્યસ્પદ પણ બનતા હોય છે.

ત્યારે હાલ મેડિકલ સાયન્સનું વધુ એક અદભુત ઉદાહરણ અમેરિકામાંથી સામે આવ્યું છે. અહીં એક પુરૂષનું નાક બિલકુલ પુરૂષના પ્રાઈવેટ પાર્ટ જેવું દેખાતું હતું. જેના કારણે આ વ્યક્તિને ઘણી શરમનો સામનો કરવો પડતો હતો. આખરે આ માણસને એક ડૉક્ટર મળ્યો જેણે કમાલ કર્યો અને અને તેનું નાક પાછું સામાન્ય કર્યું. આ ઘટનાની કહાની ખુદ ડોક્ટરે જ કહી છે.

આ ઘટના અમેરિકાના ન્યૂયોર્કની છે. ડેઈલી મેલના એક અહેવાલ મુજબ આ વ્યક્તિનું નામ કોનરાડો છે અને તે વ્યવસાયે ચિત્રકાર છે. તેનું નાક પ્રાઈવેટ પાર્ટ જેવું લાગતું હતું. આ કારણે તે લાંબા સમયથી શરમનો સામનો કરી રહ્યો હતો અને નાકના કારણે તેને બહાર જવામાં પણ શરમ આવતી હતી. આટલું જ નહીં જ્યારે પણ તે બહાર જતો ત્યારે તે માસ્ક પહેરતો હતો અથવા લાંબા સમય સુધી નાકને કોઈ વસ્તુથી ઢાંકતો હતો.

તેણે જણાવ્યું કે આ નાકના કારણે ક્યારેક ખાવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તે કહે છે કે જ્યારે તે ગમે ત્યાંથી પસાર થતો હતો ત્યારે લોકો તેને જોતા હતા અને ચીડવતા હતા. આ દરમિયાન તે ન્યૂયોર્કના સર્જન ડૉ. થોમસ રોમોને મળ્યો અને પછી તેનું જીવન બદલાઈ ગયું. ડૉક્ટર થોમસ રોમોએ તેને પોતાની હોસ્પિટલમાં બોલાવ્યો અને નક્કી કરવામાં આવ્યું કે તેના નાકની સર્જરી કરવામાં આવશે.

આખરે લાંબી સર્જરી બાદ તેના નાકનો વધારાનો ભાગ દૂર કરવામાં આવ્યો અને તેનું નાક પાછું સામાન્ય થઈ ગયું. તેના વિશેની એક ફેસબુક પોસ્ટમાં ડો. થોમસ રોમોએ લખ્યું છે કે “રાઈનોફાઈમા એક ત્વચાનો વિકાર છે જેના કારણે નાક મોટું થઈ જાય છે અને લાલ દેખાય છે, તેમજ ખરબચડું થઈ જાય છે. પરિણામ એ આવે છે કે સોજા વાળી ત્વચાની સ્થિતિથી નાક અને ગાલ ઉપર લાલિમા પેદા થાય છે, જે જોવામાં ખુબ જ ખરાબ લાગે છે.

ડોક્ટર થોમસ રોમોએ વધુમાં લખ્યું કે એક દિવસ તેમને મળ્યા પછી મેં મારો પરિચય આપ્યો અને તેમના ચહેરાની વિકૃતિ સુધારવાની ઓફર કરી. જે બાદ સર્જરી કરવામાં આવી હતી. નાકની વધારાની વૃદ્ધિને દૂર કરવા સર્જરી બાદ નાકનો આકાર બદલવામાં આવ્યો હતો. શસ્ત્રક્રિયા પછી થોડા દિવસોમાં તે માણસ અને તેનું નાક ખૂબ જ સારી સ્થિતિમાં જોવા મળ્યા.

રિપોર્ટ પ્રમાણે આ સર્જરીને ઘણા દિવસો વીતી ચુક્યા છે. ડોક્ટર થોમસ રોમોએ ફેસબુક ઉપર લખેલી પોતાની આ પોસ્ટમાં તે વ્યક્તિની કેટલીક તસવીરો પણ શેર કાયર છે. જેમાં એ વ્યક્તિનું નાક જોવા મળે છે કે પહેલા તે કેવું દેખાતું હતું અને સર્જરી બાદ કેવું દેખાય છે. આ પોસ્ટ ઉપર ઘણા લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ડોક્ટરની વિનમ્રતાની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel