ખબર

સોશિયલ ડિસ્ટનસિંગ એ કોરોનાના સંક્રમણને રોકી શકતુ નથી, જાણો આવો કોને ધડાકો કર્યો

‘ધ ડેલી મેલ’ના રિપોર્ટ મુજબ સંશોધનકારોએ યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને WHO દ્વારા ગયા વર્ષે રજૂ કરાયેલ કોવિડ-19 માર્ગદર્શિકા પર સવાલ ઉઠાવ્યા છે જેમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીથી બચવા માટે ઇનડોર અને આઉટડોર બંને જગ્યાએ લોકોની વચ્ચે છ ફૂટનું અંતર હોવું જોઈએ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

WHOએ જણાવ્યું છે કે, કોરોના વાયરસને રોકવા માટે 6 ફૂટનું અંતર જરૂરી છે. એટલે કે, જો બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર હોય તો ચેપનું જોખમ પ્રમાણમાં ઓછું હશે. WHOની ગાઇડલાઇન આખા વિશ્વ દ્વારા લાગુ કરવામાં આવી રહી છે, પરંતુ એક સ્ટડી આનાથી વિરૂદ્ધ સાબિત થઇ રહી છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી MITના સંશોધનકારોનું કહેવું છે કે અંતરથી કોઈ ફરક પડતો નથી પછી ભલે તે 6 ફૂટ હોય કે 60 ફૂટ. ખાસ કરીને જ્યારે વ્યક્તિઓ ઘરની જેમ ઇનડોર જગ્યા પર હોય.

યુએસ નેશનલ એકેડેમી ઓફ સાયન્સની પ્રોસીડિંગમાં ગયા અઠવાડિયે પ્રકાશિત આ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે મિશ્રિત સ્થળો પર હવામાં ફેલાતા વાયરસથી કોઈ પણ સુરક્ષિત નથી. ભલે તે 6 ફૂટ કે 60 ફુટનું અંતર હોય અને ભલે તેણે માસ્ક જ કેમ પહેર્યું ના હોય.

રિસર્ચ રિપોર્ટ મુજબ જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ કોઈ બંધ સ્થળે માસ્ક પહેરીને કંઇ બોલે છે કે ગીત ગાય છે, તો છ ફૂટના અંતરે બેઠેલી બીજી વ્યક્તિ સલામત નથી. ચેપગ્રસ્ત વ્યક્તિના મોં અથવા નાકમાંથી નીકળતા ડ્રોપલેટ તેને ચેપ લગાવી શકે છે. આથી અંતરના બદલે ઇનડોર સ્થળો પર પસાર કરેલ સમય અગત્યનો છે. રિસર્ચકર્તાઓએ સ્પષ્ટતા કરી કે તેમ છતાંય માસ્ક જરૂરી છે અને તે કોઈપણ સંજોગોમાં પહેરવું જોઈએ.