જાપાની ટેક્નોલોજી:આ હોટલમાં ખાવાની પ્લેટ સ્કેન કરીને કરવામાં આવે છે બિલની ગણતરી,આ અદભુત ટેક્નોલોજી જોઈને હક્કાબક્કા રહી જશો

આજે ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઈ છે, દરેક ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.  સોશિયલ મીડિયામાં પણ ટેક્નોલોજીના ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, ઘણા વીડિયો એવા પણ હોય છે કે આપણે અદ્દભુત ટેક્નોલોજી જોઈને દંગ રહી જઈએ.

હાલ એવી જ એક ટેક્નોલોજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ટેક્નૉલૉજી વિશે વાત કરીએ તો સૌપ્રથમ દેશ જે આપણા મગજમાં આવે છે તે જાપાન હશે. એવું માનવામાં આવે છે કે જાપાન ભવિષ્યમાં જીવી રહ્યું છે. રોબોટ્સથી લઈને બુલેટ ટ્રેન સુધી તેઓ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિશ્વના કોઈ પણ દેશ કરતા ઘણા આગળ છે. હવે જાપાનનો એવો અનોખો અને ઝડપી ટેક્નોલોજી વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે જેને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે.

વીડિયોમાં એક બ્લોગર રેસ્ટોરન્ટમાંથી સુશી, ગ્યોઝા અને બીજી ઘણી જાપાનીઝ વાનગીઓ લેતા જોઈ શકાય છે. જેમ તે તેનું ભોજન પૂરું કરે છે, વેઈટર તેણે ઓર્ડર કરેલી બધી પ્લેટો લઈ લે છે અને એક ઢગલો કરે છે. વેઈટર આગળ શું કરશે તે જોઇને તમને આશ્ચર્ય થશે! તે એક સ્કેનિંગ ઉપકરણ લે છે અને તેને પ્લેટોના ઢગલા પર ફેરવે છે અને જેમ જેમ સ્કેન પૂર્ણ થાય છે તેમ તે બ્લોગરના ઓર્ડરની કુલ બિલની રકમ દર્શાવે છે.

 

View this post on Instagram

 

A post shared by ALLSTAR STEVEN ✪ (@allstarsteven)

તમે વિચારતા જ હશો કે તે કેવી રીતે કામ કરતું હશે ? વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે દરેક પ્લેટ માટે અલગ-અલગ કિંમત નક્કી કરવામાં આવી છે. બધી પ્લેટો પરની એક ચિપ ડિવાઈસને ઝડપથી ઓળખવામાં અને બિલ જનરેટ કરવામાં મદદ કરે છે. આ વીડિયો બ્લોગરે @allstarseven નામના તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. ઓનલાઈન થયા બાદ, વિડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને લાખો લાઈક્સ મળી ચૂક્યા છે.

Niraj Patel