શું તમે પણ તમારા ઘર અને દુકાનમાં ઉંદરના ત્રાસથી કંટાળી ગયા છો ? તો લઇ આવ્યો 2 રૂપિયાનું શેમ્પુ અને પછી જુઓ કમાલ…

હવે નહિ થવું પડે ઉંદરના ત્રાસથી હેરાન, 2 રૂપિયાનું શેમ્પુ અને ઘરમાં જ રહેલી આ વસ્તુઓ ઉંદરોને ઉભી પુછડીએ ભાગતા કરી દેશે, જુઓ ઉપાય

Remedies to repel rats : મોટાભાગના લોકો ઘરમાં અને દુકાનમાં ઉંદરના ત્રાસથી ખુબ જ હેરાન થઇ જતા હોય છે. ઉંદર ઘણું બધું નુકશાન પણ પહોચાવે છે. તે કપડાં કાપી ખાય છે, કાગળિયા કાપે છે અને ઘણીવાર તો ચલણી નોટોને પણ નુકશાન પહોચવતા હોય છે. એટલે ઉંદરના લીધે આર્થિક નુકશાન પણ ઘણું જ થાય છે. ત્યારે ઘણા લોકો ઉંદર ભગાડવા માટે અલગ અલગ પ્રકારના નુસખાઓ પણ અપનાવતા હોય છે, કેટલાક રેટ કિલ લાવીને ઉંદરનો ખાત્મો બોલાવી દે છે તો  પાંજરામાં તેને કેદ કરી દે છે. પરંતુ આજે અમે તમને 2 રૂપિયાના શેમ્પુથી ઉંદરને કેવી રીતે ભગાડવા તે જણાવીશું.

શેમ્પુમાં આ વસ્તુઓ ઉમેરો :

આજે આપણે જે ઉંદરોને ભગાડવાના ઉપાય વિશે વાત કરી રહ્યા છીએ તેના માટે તમારે એક નાનો રૂમાલ, એક નાની વાટકી, દોઢ ચમચી ઘઉંનો લોટ, કપૂરના 2 ટુકડા, લાલ મરચું પાવડર અને એક શેમ્પૂની જરૂર પડશે. હવે એક બાઉલમાં દોઢ ચમચી લોટ લો અને તેમાં થોડો લાલ મરચું પાવડર અને પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેમાં શેમ્પૂનું એક પાઉચ પણ મિક્સ કરો.

આ રીતે કરો શેમ્પુનો ઉપયોગ :

હવે રૂમાલ ફેલાવો અને બ્રશની મદદથી આ મિશ્રણને ચારે બાજુ લગાવો. પરંતુ આ કરતી વખતે, તમારા હાથ પર મોજા પહેરો, જેથી મરચાંથી તમારા હાથ બળી ન જાય. પછી કપૂર લો, તેને ક્રશ કરો અને તેને આખા કપડા પર છાંટો. પછી તમે આ કપડાને તે જગ્યાએ ફેલાવી દો જ્યાં ઉંદરોની આવવા-જવાની શક્યતા વધુ હોય છે. હવે જ્યારે ઉંદરો ત્યાં આવશે, ત્યારે તેઓ તેને ખાવાની કોશિશ કરશે, તેને મોંમાં મૂકતાની સાથે જ તેમને બળતરા થશે, જેના કારણે તેઓ તેનાથી બચવા માટે બહાર દોડશે.

તમાકુ અને ફટકડી પણ છે કારગર :

તમે તમાકુ વડે ઉંદરોને ભગાડી શકો છો. તમારે માત્ર ચણાના લોટમાં એક ગોળી બનાવવાની છે અને તેને રસોડામાં એવી બધી જગ્યાએ રાખવાની છે જ્યાંથી ઉંદરો સૌથી વધુ આવે છે. તમને જણાવી દઈએ કે તેમાં નશીલા પદાર્થો હોય છે, જેને ખાધા પછી ઉંદરો બહાર દોડી જાય છે. ઉંદરોને ફટકડી બિલકુલ ગમતી નથી, આવી સ્થિતિમાં તેના પાવડરનું દ્રાવણ બનાવી તેના છિદ્રોની આસપાસ છંટકાવ કરો અને પછી જુઓ કે તેઓ કેવી રીતે તેમની પૂંછડી દબાવીને ભાગી જાય છે.

 

Niraj Patel