મુકેશ અંબાણી હવે આ બિઝનેસ દ્વારા થઇ જશે વધુ માલામાલ, પરિવારના આ સદસ્યને સોંપી છે જવાબદારી

ખુશખબરી: મુકેશ અંબાણીને વધુ માલામાલ કરી દેશે આ ન્યુ બિઝનેસ, જાણો

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ભારતના સૌથી મોટા બિઝનેસમેન એવા મુકેશ અંબાણીને આજે કોઈ ઓળખની જરૂર નથી. મુકેશ અંબાણી જેટલા ધનિક છે એટલા જ સાદાઈ ભરેલા પણ છે. તેમનું દિમાગ સામાન્ય માણસ કરતા પણ ખુબ જ ઝડપી દોડે છે, અને એટલે જ આજે તે ભારતના જ નહીં પરંતુ દુનિયાભરના ધનવાનોની હરોળમાં છે.

ત્યારે આ બધા વચ્ચે જ એક ખબર આવી રહી છે જેના દ્વારા મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થતો જોવા મળશે. મુકેશ અંબાણીના નૈતૃત્વ વાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે નવા ઉર્જા કારોબારમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. જેનાથી તેમના આ નવા ઉર્જા કારોબારનું કુલ મૂલ્યાંકન 36 અરબ ડોલર એટલે કે 2.6 લાખ કરોડ રૂપિયા થઇ  જશે.

અમેરિકાના બ્રોકરેજ બર્નસ્ટીન રિસર્ચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ સૌર ફોટોવોલ્ટીક સેલ, હરિત હાઇડ્રોજન, વીજળી  ફ્યુઅલ સેલ ક્ષેત્રમાં રોકાણ કરવાની તૈયારીમાં છે. મુકેશ અંબાણીએ ગયા મહિને કંપનીની વાર્ષિક સામાન્ય બેઠકમાં ગ્રીન એનર્જી ક્ષેત્રમાં મોટા પાયે કદમ રાખવાની જાહેરાત કરી હતી.

આ માટે બે કંપનીઓ રિલાયન્સ ન્યુ એનર્જી સોલાર અને રિલાયન્સ ન્યુ સોલાર એનર્જી બનાવવામાં આવી છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીને આ બંને કંપનીઓનો ડાયરેક્ટર બનાવવામાં આવ્યો છે. રિલાયન્સ 24 જૂનના રોજ પોતાની એજીએમમાં ગ્રીન એનર્જી કારોબારમાં ઉતરવાની જાહેરાત કરી હતી. આ બંને કંપનીઓનું ગઠન તેના થોડા દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું.

Niraj Patel