અક્ષયની “સૂર્યવંશી”ને પછાડીને કમાણીના મામલામાં રેકોર્ડ તોડી રહી છે “ધ કાશ્મીર ફાઇલ્સ”, જુઓ અત્યાર સુધીના આંકડા ઉપર એક નજર

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું તોફાન અટકવાનું નામ નથી લઈ રહ્યું. ફિલ્મ બીજા સપ્તાહમાં પણ ઘણી કમાણી કરી રહી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની કમાણીએ જાણે ઈતિહાસ રચી દીધો. આ ફિલ્મે ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. સતત બીજા અઠવાડીએ પણ આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના કલેક્શનના લેટેસ્ટ આંકડા શેર કર્યા છે. તેણે ટ્વિટ કરીને લખ્યું – કાશ્મીર ફાઇલ્સ સનસનાટીભરી છે. બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મ ટ્રેન્ડ કરી રહી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ મહામારી પછીના યુગમાં સૌથી વધુ ટ્રેન્ડિંગ ફિલ્મોમાં જોડાઈ છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ આ વર્ષની “83”, “સૂર્યવંશી” અને “સ્પાઈડરમેનને” પણ  પાછળ છોડી દીધી છે.

કાશ્મીર ફાઇલ્સે શુક્રવારે 19.15 કરોડ, શનિવારે 24.80 કરોડ, રવિવારે 26.20 કરોડ, બીજા સપ્તાહમાં સોમવારે 12.40 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનું કુલ કલેક્શન 179.85 કરોડ થઈ ગયું છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની કમાણીનો આ આંકડો ઓછો થતો ક્યાંયથી નજર નથી આવી રહ્યો. જે રીતે કામકાજના દિવસોમાં ફિલ્મ ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે તે ભાગ્યે જ ફિલ્મો સાથે જોવા મળે છે.

કાશ્મીર ફાઇલ્સે અત્યાર સુધી ઘણા રેકોર્ડ બનાવ્યા છે. લગભગ 20 કરોડના બજેટમાં બનેલી ધ કાશ્મીર ફાઇલ્સે આમિર ખાનની ફિલ્મ દંગલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ફિલ્મે આઠમા દિવસે 19.15 કરોડનું કલેક્શન કર્યું હતું. તે જ સમયે આમિર ખાનની ફિલ્મ દંગલ આઠમા દિવસે 18.59 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય ફિલ્મે બાહુબલી 2ની પણ બરાબરી કરી લીધી છે. બાહુબલી 2 એ આઠમા દિવસે 19.75 કરોડનું કલેક્શન કર્યું હતું.

વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે. આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી, ભાષા સુમ્બલી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અનુપમ ખેરે પુષ્કર નાથની ભૂમિકા ભજવી હતી, મિથુને બ્રહ્મ દત્તની ભૂમિકા ભજવી હતી, દર્શન કુમારે કૃષ્ણા પંડિતની ભૂમિકા ભજવી હતી. તમામ કલાકારોએ સારો અભિનય કર્યો છે. કાશ્મીર ફાઇલોને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે.

Niraj Patel