રશ્મિકા મંદાના એટલા નાના શોર્ટ્સ પહેરી એરપોર્ટ પર પહોંચી કે લોકોએ કરી દીધી ટ્રોલ, કહ્યુ- નીચે પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ…

રશ્મિકા મંદાના સાઉથ સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. તાજેતરમાં જ રશ્મિકા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રશ્મિકા તેના કપડાને લઈને ટ્રોલ થઈ રહી છે. લોકો કહે છે કે તેને ઠંડી નથી લાગતી. ત્યાં, ઘણા લોકો તેને ઓળખી પણ શકતા નથી. વીડિયોમાં રશ્મિકા મંદન્ના એરપોર્ટ પર જોવા મળી રહી છે. તેણે હૂડી સાથે શોર્ટ્સ પહેર્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ સાથે તેણે કેપ પણ કેરી કરી છે અને ચહેરા પર કોરોનાને ધ્યાને રાખી માસ્ક કેરી કર્યુ છે. કેટલાક લોકોએ રશ્મિકાના લુકના જોરદાર વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘તેને ઠંડી નથી લાગતી, હું સાંજે સ્વેટર પહેરીને ઘરની બહાર નીકળું તો પણ હું કાંપી જાઉં છું. બીજાએ લખ્યુ, એવું લાગે છે કે મેમ ઉતાવળમાં પેન્ટ પહેરવાનું ભૂલી ગયા. બીજાએ લખ્યું, મને લાગ્યું કે તે ફૂટબોલ ખેલાડી છે.

તેણે જે રીતે આ લુકને આત્મવિશ્વાસ સાથે કેરી કર્યો તે પણ વખાણને પાત્ર છે.રશ્મિકાની સ્વેટશર્ટ હૂડી એકદમ શાનદાર લાગી રહી હતી. તે ખાસ કરીને પેસ્ટલ રંગોને વધુ પસંદ કરતી છોકરીઓ દ્વારા પહેરી શકાય છે. આ લાંબા અને આરામદાયક સ્વેટશર્ટને રશ્મિકાએ હોટ ડેનિમ પેન્ટ સાથે મેચ કરી હતી. તેણે હીલ્સને બદલે સફેદ સ્લાઈડ્સ પહેર્યા હતા. આ સમગ્ર દેખાવમાં રંગ ઉમેરવા માટે, આ સુંદર અભિનેત્રીએ ગુલાબી રંગની કેપ પહેરી હતી.

આ તેના લુકને વધુ આકર્ષક ટચ આપી રહ્યો હતો.આ દરમિયાન રશ્મિકા મસ્તીના મૂડમાં જોવા મળી હતી. કેમેરા તરફ જોતા, તે આંખ પણ મારતી જોવા મળી હતી. જો કે, આ લુકમાં, રશ્મિકાના ટોન્ડ લેગ્સ જોરદાર ફ્લોન્ટ થઈ રહ્યા હતા અને બધાને ફિટનેસ ગોલ્સ પણ આપતા પણ દેખાઇ રહ્યા હતા.

જણાવી દઇએ કે, રશ્મિકા મંદાના આ દિવસોમાં ફિલ્મ ‘પુષ્માઃ ધ રાઈઝ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે અલ્લુ અર્જુન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં રશ્મિકાએ શ્રીવલ્લીની ભૂમિકા ભજવી હતી જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મે માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ ઘણી કમાણી કરી છે. આ ફિલ્મની સિક્વલ બહુ જલ્દી આવશે.’પુષ્પાઃ ધ રાઇઝ’ પછી રશ્મિકા મંદાનાની લોકપ્રિયતાને જોતા બોલિવૂડના ઘણા મેકર્સે તેને ફિલ્મની ઓફર આપી છે.

શાંતનુ બાગચી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મિશન મજનૂ’માં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકા પણ ‘ગુડબાય’નો એક ભાગ છે જેમાં તે અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina