‘એનિમલ’ના સેટ પર ધ્રુસકેને ધ્રુસકે રડી હતી રશ્મિકા મંદાના, રણબીર કપૂર સાથે આ સીને કરી દીધી હતી પરેશાન

સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી ‘એનિમલ’ની રીલિઝને એક લાંબો સમય વીતી ગયો છે, પરંતુ અત્યારે પણ ફિલ્મ કોઇના કોઇ કારણે સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. રશ્મિકા મંદાના રણબીરની પત્નીના રોલમાં જોવા મળી હતી.

ફિલ્મમાં બંને વચ્ચે જે કેમેસ્ટ્રી જોવા મળી તે પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. રશ્મિકા અને રણબીર વચ્ચે ઘણા રોમેન્ટિક સીન્સ જોવા મળ્યા હતા. પણ એક સીનમાં રશ્મિકા રણબીરને થપ્પડ મારતી જોવા મળી હતી. ત્યારે એક્ટ્રેસે આ સીનને લઈને એક કિસ્સો શેર કર્યો છે. તાજેતરમાં જ રશ્મિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રણબીરને થપ્પડ માર્યા બાદ તે ખૂબ રડી હતી.

તેણે કહ્યું, ‘આખો સીન એક ટેકમાં શૂટ કરવામાં આવ્યો હતો કારણ કે તેમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. મને આ વિશે અગાઉ કંઈપણ કહેવામાં આવ્યું ન હતું. મને ખબર પણ ન હતી કે હું શું કરવાની છું. સંદીપે મને માત્ર એટલું જ કહ્યું કે આ પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ જે રીતે અનુભવે છે તે રીતે તમારે અનુભવવું જોઈએ.

આટલું જ મને યાદ છે. આ પછી મને એક્શન અને કટ વચ્ચે કંઈ યાદ નથી. હું સાવ બ્લેન્ક થઈ ગઇ હતી. રશ્મિકાએ વધુમાં જણાવ્યું હતું કે સીન શૂટ થયા બાદ તે તે જ ક્ષણમાં અટવાયેલી રહી અને શૉટ પૂરો થયા બાદ રડી રહી હતી. આ પછી તે રણબીર પાસે ગઈ અને પૂછ્યું કે શું તે ઠીક છે. રશ્મિકાએ કહ્યું, ‘આ શોટ પછી હું ખરેખર રડી રહી હતી.

મેં તેને થપ્પડ મારી છે, હું બૂમો પાડી રહી છું, હંગામો થયો છે, પછી હું રણબીર પાસે જઈને પૂછું છું કે તે ઠીક હતું ? તમે ઠીક છો?’ રશ્મિકાએ કહ્યું, ‘આ સીન એક જ ટેકમાં શૂટ કરવામાં આવ્યો હતો. અમે આ ક્રમ માત્ર અડધા દિવસમાં પૂરો કર્યો. મને તે ગમ્યું અને તે જ ક્ષણે મને સમજાયું કે આ કલાકાર બનવાનું સર્વોચ્ચ સ્તર છે. લોકો દર વખતે આ પ્રકારનો ક્રમ લખતા નથી. હું ખૂબ જ ખુશ છું કે મેં આ ફિલ્મ અને આ સિક્વન્સનું શૂટિંગ કર્યું છે. મને નવાઈ લાગી.

Shah Jina