આનંદ પંડિતની બર્થ ડે પાર્ટીમાં નવી નવેલી દુલ્હન લિન સાથે રણદીપ હુડ્ડાએ ધાંસુ એન્ટ્રી, બાહોંમાં બાહોં નાખી પેપરાજીના આપ્યા પોઝ- જુઓ તસવીરો

‘ડંકી’ રીલિઝ થયા બાદ સામે આવી શાહરૂખ ખાનની પ્રથમ તસવીર, ઓલ બ્લેક લૂકમાં જીત્યું ફેન્સનું દિલ

Anand Pandit Birthday Bash – Gallery Part 3

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મ નિર્માતા આનંદ પંડિતે હાલમાં જ પોતાનો 60મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, આ ખાસ અવસર પર સ્ટાર્સનો મેળાવડો પાર્ટી માટે પહોચ્યો હતો. શાહરૂખ ખાનથી લઈને અમિતાભ બચ્ચને પોતાની હાજરીથી સાંજને વધુ સુંદર બનાવી હતી. પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

‘ડંકી’ સ્ટાર અને બોલિવૂડના કિંગ ખાન પણ આ સુંદર સાંજનો ભાગ બન્યા અને તેમની હાજરીથી જન્મદિવસને વધુ સુંદર બનાવ્યો. શાહરૂખનો આ સમયનો લુક ખૂબ જ અદ્ભૂત હતો. બ્લેક સુટ અને બ્લેક ગોગલ્સ સાથે શાહરૂખ પાર્ટીમાં પહોંચ્યો હતો.

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા પણ હાલમાં જ આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં તેની નવી નવેલી દુલ્હન સાથે પહોંચ્યો હતો. જ્યાં કપલનો ખૂબ જ ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.રણદીપ હુડ્ડાએ હાલમાં જ થોડા સમય પહેલા મણિપુરી રિત રિવાજોથી લિન લેશરામ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા.

ત્યારથી બધાની નજર આ નવવિવાહિત કપલ ​​પર ટકેલી છે. હવે લગ્ન બાદ બંને પહેલીવાર એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા. હંમેશની જેમ રણદીપ હુડ્ડા સુપર ડેશિંગ દેખાઈ રહ્યો હતો જ્યારે લિન પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ પાર્ટીમાં રણદીપ અને લિન બંને એલિગન્ટ લુકમાં જોવા મળી રહ્યા હતા. બંનેએ પેપરાજીને પોઝ પણ આપ્યા. રણદીપ હુડ્ડા ગ્રે ડિઝાઈનર સૂટમાં જ્યારે લિન શાઇની યલો ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. લિને આ સાથે ટ્રેન્ડી જ્વેલરી પણ કેરી કરી રહી હતી. આ દરમિયાન તેણે ટ્રાન્સપરન્ટ ફૂટવેર પસંદ કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

 

Shah Jina