આલિયા ભટ્ટ સાથે લગ્ન થયાના બે દિવસ બાદ કામ પર પાછા ફર્યા રણબીર કપૂર, મુંબઈમાં થયા સ્પોટ

14 એપ્રિલના રોજ બોલિવૂડના મશહૂર અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન ખુબ જ સાદગીથી થયા હતા અને લગ્નમાં બંનેના પરિવારના લોકો તથા ખૂબ જ નજીકના મિત્રો શામેલ થયા હતા. કપલે પંજાબી રીતી-રિવાઝથી લગ્ન કર્યા હતા. લગ્નના બીજા જ દિવસે રણબીર કપૂર વર્ક કમિટમેન્ટના કારણે તેના કામ પર પાછા આવી ગયા હતા.

અભિનેતાએ બાંદ્રા સ્થિત તેના ઘરે લગ્ન કર્યા હતા. રવિવારે તેમને કામ પર પાછા જોવા મળ્યા હતા. આ સમય દરમ્યાન પેપરાજી તેમની તસવીરો ક્લિક કરીને તેમને શુભકામનાઓ આપવા પહોંચી ગયા હતા. પેપરાજીએ રણબીરને અંધેરીમાં તેની ગાડીમાંથી બહાર નીકળતા સ્પોટ કર્યા હતા.

અભિનેતાએ બ્લુ કલરનો પ્લેડ શર્ટ અને બેઝ કલરનું પેન્ટ પહેરેલું હતું. અભિનેતાએ નોર્મલ કાળા કલરની ટોપી અને માસ્ક પણ પહેરેલું હતું. પેપરાજીએ તેમને બોલાવ્યા અને પોઝ આપવા કહ્યું. એક ફોટોગ્રાફરે તેમને લગ્નની શુભકામના પણ આપી ત્યારે રણબીરે થમ્સ અપ કર્યું હતું પરંતુ કઈ કહ્યું નહિ અને સીધા બિલ્ડીંગની અંદર જતા રહ્યા.

લગ્નના બંધનમાં બંધાયા પહેલા રણબીર અને આલિયા પાંચ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યુ હતુ. લગ્નમાં રણબીર કપૂરની બહેનો, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રિદ્ધિમા કપૂર સાહની તેમજ માતા નીતુ કપૂર જીજાજી સૈફ અલી ખાન, ભરત સાહની ઉપરાંત આલિયા ભટ્ટની માતા સોની રાજદાન, પિતા મહેશ ભટ્ટ, બહેન શાહીન ભટ્ટ તથા પૂજા ભટ્ટ સને નજીકના સબંધીઓ તેમજ મિત્રો શામેલ થયા હતા. આ લગ્નમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અયાન મુખર્જી પણ શામેલ થયા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા-રણબીર જલ્દી ફિલ્મ ‘બ્રહ્મસ્ત્ર’માં નજર આવશે. અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે જ સપ્ટેમ્બરમાં જ રિલીઝ થશે. ત્યારબાદ આલિયા રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં નજર આવશે. તેમજ રણબીર કપૂર ‘શમશેરા’ અને લવ રંજનની અનટાઇટલ્ડ ફિલ્મમાં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રિપોર્ટ પ્રમાણે આલિયા-રણબીર પહેલા હનીમૂન માટે સ્વિટ્ઝર્લેન્ડ જવાના હતા જ્યાં આલિયા તેની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ પણ થવાનું છે. જોકે પછી વર્ક કમિટના કારણે બંનેએ પ્લાન અત્યારે પોસ્ટપોન્ડ કરી દીધો છે.

Patel Meet