રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરના ફિલ્મ સેટ પર લાગી આગ, એક વ્યક્તિ તડપી તડપીને મૃત્યુ પામ્યો, વીડિયો આવી ગયો સામે

સપનાની નગરી એવી મુંબઈના અંધેરી વિસ્તારમાં ગઈ કાલ એટલે કે 29 જુલાઇની સાંજે ચાર વાગ્યાની આસપાસ ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં આકસ્મિક રીતે આગ લાગી હતી, જ્યા લવ રંજન ફિલ્મ અને રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મનો સેટ લાગેલો હતો. આ ભીષણ આગમાં એક વ્યક્તિની દાઝવાથી મોત પણ થઇ છે, જે 32 વર્ષનો મનીષ દેવાશિન છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે લવ રંજનની ફિલ્મનો સેટ તૈયાર કરી રહેલો એક વ્યક્તિ આ ભીષણ આગમાં ગંભીર રીતે જખ્મી પણ થયો છે.

લવ રંજનની ફિલ્મથી પોતાનું એક્ટિંગ કેરિયર શરૂ કરનારા બોની કપૂરનું કહેવું છે કે જયારે આગ લાગી તો સેટ પર વીજળી ઓછી થઇ ગઈ હતી, ખાસ વાત એ પણ છે કે આ ફિલ્મની સેટની બાજુમાં જ અન્ય ફિલ્મનો સેટ પણ લાગેલો હતો જ્યા સની દેઓલનો દીકરો રાજવીર દેઓલ પણ શૂટિંગ કરી રહ્યો હતો.એવામાં આગ લાગતા જ સુરક્ષાકર્મીઓએ રાજવીરને સુરક્ષિત સેટની બહાર કાઢ્યો હતો. હાલ આગ પુરી રીતે કંટ્રોલમાં આવી ગઈ છે.

આગ લાગ્યા બાદ ચારે બાજુ દોડાદોડી મચી ગઈ હતી અને 10 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અગ્નિકાંડના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં બિલ્ડીંગમાંથી ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. આગ ક્યાં કારણોથી લાગી તેની જાંચ ચાલી રહી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સાંજે 4 વાગે ફોન આવ્યો અને 10 ગાડીઓ મૌકા પર પહોંચાડવામાં આવી.

લિંક રોડ પર સ્ટાર બજારની પાસે અંધેરી વેસ્ટ વિસ્તારમાં લેવલ 2ની આગ વિષે જાણકારી મળી હતી. તેના પહેલા અધિકારીઓએ જણાવ્યું કે આગ આ વિસ્તરાના કોઈ એક દુકાનમાં લાગી છે પણ પછી પુષ્ટિ કરવામાં આવી કે આગ ફિલ્મ સેટ પટ લાગી હતી. જણાવી દઈએ કે લવ રંજન ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર જોવા મળશે જે 8 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મ દ્વારા બંનેની જોડી પહેલી વાર દર્શકોને જોવા મળશે. રણબીર-શ્રદ્ધા આ સેટ પર આઠથી નવ દિવસ સુધી એક ગીતનું શૂટિંગ કરવાના હતા, જો કે આગ લાગી ત્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટ ત્યાં હાજર ન હતી.

Krishna Patel