રક્ષાબંધન તહેવાર ઉપર બે બહેનોએ ભાઈને આપી એવી ભેટ કે ભાઈને મળી ગયું એક નવું જીવન, વાંચીને તમે પણ સલામ કરશો

વાહ બહેન હોય તો આવી, ભાઈને જે ગિફ્ટ આપી એ જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે

દેશભરમાં ગઈકાલે રક્ષાબંધનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ તહેવાર ઉપર મોટાભાગના ભાઈઓ પોતાની બહેનને રાખડી બાંધવા ઉપર કોઈને કોઈ ભેટ જરૂર આપતા હોય છે પરંતુ હાલ એક એવા કિસ્સાની ચર્ચાઓ ચાલી રહી છે જેમાં બે બહેનોએ પોતાના ભાઈને એવી ભેટ આપી કે તે જોઈને બહેનોને વંદન કરવાનું મન થાય.

આ બંને બહેનોએ પોતાના 14 વર્ષના ભાઈને પોતાના લીવરનો અડધો અડધો ભાગ આપીને એક નનું જીવનદાન આપ્યું છે. આ દુર્લભ સર્જરી 12 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલના ડોક્ટરોએ કરી. દેશમાં પહેલીવાર આ પ્રકારની કોઈ સર્જરી કરવામાંઆવી છે . આ સફળ ઓપરેશન બાદ ત્રણેય એકદમ સ્વસ્થ છે.

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના મૂળ રહેવાસી 14 વર્ષના અક્ષતને કમળો થઇ ગયો હતો. જેના કારણે તેનું લુવ્ર ઝડપથી ડેમેજ થઇ ગયું. લીવરમાં પાણી ભરાઈ જવાના કારણે અક્ષતનું વજન પણ ખુબ જ વધી ગયું. બીમારી પહેલા તેનું વજન 74 કિલો હતું જે બીમારી બાદ 85 કિલોગ્રામ થઇ ગયું. સ્થિતિ વધારે બગડવા ઉપર પરિવાર તેને મેદાંતા હોસ્પિટલ લઈને આવ્યો, જ્યાં ડોક્ટરોએ ડ્યુઅલ લૉબ લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો નિર્ણય લીધો.

બંને બહેનોએ પોતાના ભાઈને અડધું લીવર આપવાનો નિર્ણય કર્યો જેના બાદ ડોકટરો દ્વારા 15 કલાક સુધી ઓપરેશન ચાલ્યું અને આ સર્જરી સફળ થઇ. ડોક્ટરોએ એક અઠવાડિયા સુધી ત્રણયેના સ્વાસ્થ્ય ઉપર બારીકાઇથી નજર રાખી હતી.  હવે ત્રણેય ભાઈબહેન એકદમ સ્વસ્થ છે.

Niraj Patel