રાજકોટના યુવકના શેરબજારમાં અધધધધધ લાખ રૂપિયા ડૂબી જવાના કારણે મોતને વહાલું કર્યું, જમીન વેચીને પિતા લાવ્યા હતા પૈસા

શેરબજારના રવાડે ચડતા પહેલા ચેતી જજો: બિચારા પપ્પાએ 80 લાખ રૂપિયાની જમીન વેચી અને પટેલ દીકરાએ ઉડાવી દીધા – એકના એક પુત્રની આત્મહત્યાથી આખો પરિવાર ધ્રુજી ગયો

રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે શેરબજાર સાવ નીચે આવી ગયું છે, જેમાં ઘણા લોકોના કરોડો રૂપિયા ડૂબી રહ્યા છે. ત્યારે આ સમયે પોતાના નાણા ડૂબવાના કારણે લોકો ડિપ્રેશનમાં પણ આવી ગયા છે, હાલ રાજકોટમાં એક 25 વર્ષના યુવકે શેરબજારમાં નાણાં ડૂબી જવાના કારણે આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા સેટેલાઇટ ચોક પાસે બ્રહ્માણી પાર્કની શેરી નંબર 1માં રહેતા 25 વર્ષીય યુવાન રોહિત ગોરધનભાઈ રૈયાણીએ ગત રોજ રાત્રે પોતાના ઘરના ઉપરના રૂમમાં બારીની એન્ગલમાં ચાદર બાંધીને ગળે ટુંપો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

જયારે તેના પરિવારજનો તેને જમવા માટે બોલાવવા માટે ગયા ત્યારે રોહિતનો મૃતદેહ લટકતો જોઈને પરિવારની ચીસ નીકળી ગઈ હતી. પરિવારે 108ને ફોન કર્યો હતો જેના બાદ તેના EMT દ્વારા રોહિતને મૃત જાહેર કરીને પોલીસને ફોન કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રોહિતના પિતા થોડા સમય પહેલા જ જમીન વેચી હતી, જેના તેમને 80 લાખ રૂપિયા આવ્યા હતા. જે પૈસામાંથી અગાઉ લીધેલી લોન ચૂકતે કર્યા બાદ તેમની પાસે 67 લાખ વધ્યા હતા જેને રોહિતે શેરબજારમાં રોક્યા હતા. તેના પિતાએ જયારે બહારથી આવીને રોહિતને પૈસા વિશે પૂછ્યું ત્યારે રોહિતે શેરબજારમાં પૈસા રોક્યા હતા અને ડૂબી ગયા હોવાનું જણાવ્યું હતું. જેના બાદ રોહિતે આપઘાત કરી લીધો હતો.

Niraj Patel