રાજકોટના આ ફૂડ ડિલિવરી બોયની પત્નીને છે ચોથા સ્ટેજનું કેન્સર , રોજ ફૂડ ડિલિવરી કરવા સાથે લઈને જાય છે, જુઓ

કેન્સરગ્રસ્ત પત્ની માટે પતિ રાજવીરભાઈ રોજ કામ પર સાથે લઈ જાય, પતિના શબ્દો સાંભળી રડી પડશો! જાણો આખી સ્ટોરી

આજે ટેક્નોલોજી ઘણી આગળ નીકળી ગઈ છે, જેના કારણે એક સમયે અસાધ્ય માનવામાં આવતી બીમારીની પણ હવે દવાઓ શોધાઈ ગઈ છે. પરંતુ આ દવાઓ એવી મોંઘી હોય છે જેના કારણે સામાન્ય માણસને તેનો ખર્ચ પરવળતો નથી અને એ બીમારી સાથે જ પોતાનું જીવન જીવવું પડે છે. એવી જ એક બીમારી છે કેન્સર. આપણા દેશમાં ઘણા લોકો આજે આ જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને જીવન-મરણ સામે જંગ લડી રહ્યા છે. (તમામ તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

ત્યારે હાલ રાજકોટના એક ફૂડ ડિલિવરી બોયની કહાની સામે આવી છે. જેણે લોકોની આંખોમાં આંસુઓ લાવી દીધા છે. આ ફૂડ ડિલિવરી બોયની પત્નીને ચોથા સ્ટેજનું કેન્સર છે અને આવા સમયે તે પોતાની પત્નીને સતત સાથ આપી રહ્યો છે, પોતાના કામ પર પણ તે પત્નીને સાથે લઈને જાય છે.  તેની પત્ની એકલી રહીને ડિપ્રેશનમાં ના આવી જાય તેના કારણે પતિએ તેની પત્નીને પોતાના કામ પર પણ સાથે જ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ કહાની છે રાજકોટના કેતનભાઈ રાજવીરની. જેમના લગ્ન વર્ષ 2007માં સોનલબેન સાથે થયા હતા. એક દિવસ સોનલબેનને અચાનક છાતીમાં દુખાવો થયો, જેના કારણે તેમને ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર દ્વારા તેમની પત્નીને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું જણાવતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ કેતનભાઈએ મન મક્કમ કરીને પત્નીને સાથ આપવાનું નક્કી કર્યું અને પોતાની પત્નીને એકલી નહિ રાખવાનો નિર્ણય કર્યો.

ત્યારે આ બાબતે કેતનભાઈએ જણાવ્યું હતું કે “મેં જયારે સ્વિગીમાં ફૂડ ડિલિવરીનું કામ શરૂ કર્યું ત્યારે મારી પત્ની એકદમ સ્વસ્થ હતી અને તેને કોઈ બીમારી પણ નહોતી. પરંતુ 7 મહિના પહેલા જ તેને કેન્સર ડિટેકટ થતા જ તે ડિપ્રેશનમાં ના જતી રહે તે માટે તેને મેં હંમેશા મારી સાથે રાખવાનો નિર્ણય કર્યો અને મારે જ્યાં પણ ફૂડ ડિલિવરી કરવા માટે જવાનું હોય ત્યાં હું તેને મારી સાથે જ લઈ જાઉં છું. કારણ કે તે એકલા રહીને ડિપ્રેશનમાં ના આવી જાય.

વધુમાં કેતનભાઈએ એમ પણ જણાવ્યું કે આ રીતે પત્નીને સાથે લઇ જવાના કારણે મારા સાહેબે પણ મને પૂછ્યું હતું કે તે શા કારણે પત્નીને સાથે લઇ જાય છે. જેના બાદ તેમને મેં બધી હકીકત જણાવી હતી. તેમના સાહેબે પણ રાજકોટના લક્કી ફાઉન્ડેશનને જાણ કરી જેના લક્કી ફાઉન્ડેશન દ્વારા તેમને બધી જ મદદ કરવામાં આવી હતી. આ માટે તેમને લક્કી ફાઉન્ડેશનનો આભાર પણ માન્યો હતો.

Niraj Patel