BREAKING : ગુજરાતના દિગ્ગજ બિઝનેસમેન તુલસી તંતીનું થયું નિધન, આખા દેશમાં ભારતનો ડંકો વગાડ્યો હતો

આપણા દેશ ભારત અને આખી દુનિયામાં આજે વિન્ડ એનર્જી માટે જાગૃતિ જોવા મળી રહી છે પણ દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવી તે શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ગુજરાતી ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે.

રાજકોટના પનોતા પુત્ર તુલસી તંતીનું દુઃખદ અવસાનથી આખા ગુજરાતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તુલસી તંતી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બહુ મિત્રવર્ગ ધરાવે છે. હૃદયના હુમલા પછી બાદ તેમનું અવસાન થતાં બિઝનેસ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકોટની પી.ડી માલવિયા કોલેજમાં તુલસી તંતીએ અભ્યાસ કર્યો હતો.

વિન્ડ ફાર્મ ક્ષેત્રે જેમને સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ડંકો વગાડયો હતો. તુલસી તંતીએ રાજકોટથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે 2 ફેબ્રુઆરી, 1958ના રોજ રાજકોટમાં રણછોડભાઈ અને રંભાબેન તંતીના ઘેર તેમનો જન્મ થયો હતો. તેમનો પરિવાર ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલો હતો. તુલસી તંતીએ રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો છે.

પી ડી માલવિયા કોલેજમાંથી કોમર્સ અને પોલિટેકનિક ઈન્સ્ટિટ્યુટમાંથી ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ભણવાનું પૂરું કર્યા પછી 1978માં તેઓ પારિવારિક બિઝનેસમાં જોડાયા. 1990ના દાયકામાં તંતી ટેક્સટાઈલ બિઝનેસમાં કામ કરી રહ્યા હતા, તે સમયે આપણા દેશમાં ઈલેક્ટ્રિસિટીની ખુબ જ મોટી સમસ્યા હતી.

વીજળીની અનિયમિતતાના કારણે ટેક્સટાઈલ બિઝનેસના નફાનો મોટો ભાગ તેમાં ખર્ચ થઈ જતો હતો. આ મોટા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તેઓએ રાજકોટમાં કેટલાંક મિત્રોની મદદથી 1995માં પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને સુઝલોન કંપનીની સ્થાપના કરી. ધીમે ધીમે તેમનો બિઝનેસ જામવા લાગ્યો અને 2001માં તેમણે આ પવન ઊર્જા બિઝનેસમાં સંપૂર્ણ ધ્યાન આપી શકાય તે હેતુથી ટેક્સટાઈલ યુનિટ વેચી દીધું.

કંપનીએ શેરબજારને જણાવ્યું છે કે સુઝલોન એનર્જીના ચેરમેન,મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતીના અવસાનની જાણકારી આપતા અમને ખુબ દુખ થાય છે. તેઓ અગાઉ ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. 27 વર્ષ પહેલાં ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી. સુઝલોન એનર્જી આપણા ભારત દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. તે દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ધરાવે છે. એક દિવસ અગાઉ જ તંતી અમદાવાદ આવ્યા હતા અને કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શો કર્યો હતો.

YC