એકના એક દીકરાનું મોત થતા પરિવારને માથે આભ તૂટી પડ્યું, મનપાના પાપે બિચારો જુવાનજોધ દીકરો મૃત્યુ પામ્યો, જુઓ તસવીરો
ગુજરાતમાં ઠેર ઠેર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકોના મોત પણ થતા હોય છે. આવા અકસ્માતના કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે, તો ક્યારેક રસ્તા પર પડેલા ખાડા પણ લોકો માટે જીવલેણ સાબિત થતા હોય છે. હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં એક ખુલ્લા ખાડામાં પાડવાના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે.
આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા 50 ફૂટ રિંગ રોડ પર પડેલા એક ખાડાની આસપાસ મહાનગર પાલિકા દ્વારા કોઈ બેરીકેટ કે સાવધાની માટે બોર્ડ નહોતું મારવામાં આવ્યું. જેમાં વહેલી સવારે જ એક યુવાન બાઈક લઈને જતા અંદર પડ્યો હતો. ખાડામાં પડતા જ એક સળીયો તેની માથાની આરપાર નીકળી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક યુવકનું નામ હર્ષ અશ્વિનભાઈ ઠક્કર હતુ. ઠક્કર પરિવારના દીકરાના મોતને લઈને સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે, ઉપરાંત તંત્ર પ્રત્યે પણ રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકની બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવતા લોકો પણ રોષે ભરાયા હતા, જો ખાડાની પાસે બેરીકેટ કે બોર્ડ લાવેલું હોત તો યુવકનો જીવ બચી ગયો હોત. સાથે જ ખાડામાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવાના કારણે સળિયા પણ ખુલ્લા હતા.
જેના કારણે ખાડામાં પડતા જ સળીયો હર્ષના માથાની આરપાર નીકળી ગયો અને તેના કારણે તે મોતને ભેટ્યો. આ મામલે મૃતકના પિતા અશ્વિનભાઈ ઠક્કરે રાજકોટ મહાનગરપાલિક વિરુદ્ધ કેસ નોંધાવશે. હર્ષ ઠક્કર રૈયા સર્કલ પાસે ચશ્માની દુકાનમાં નોકરી કરતો હતો. તે વહેલી સવારે કામ પર જવા માટે નીકળ્યો ત્યારે જ તેની સાથે આ ઘટના બની હતી. હર્ષના પરિવારમાં વૃદ્ધ માતા પિતા ઉપરાંત એક ભાઈ અને બહેન છે.
રાજકોટ મનપાની બેદરકારીના લીધે એક યુવકે જીવ ગુમાવ્યો, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ખાડામાં પડતા યુવકનું મોત @smartcityrajkot #Rajkot pic.twitter.com/GgPxKySNEy
— Janvi Soni (@janvisoni37) January 27, 2023