રાજકોટમાં પિતા જ બન્યો દીકરા માટે કાળ, રાક્ષસ પિતાએ લાકડીથી ફટકારતા દીકરાનું થયું મોત, પોલીસને સંભળાવી ખોટી કહાની

રાજકોટમાં આઠ વર્ષનો પુત્રએ આ ન કર્યું તો બાપે લાકડીથી માર માર્યો, થઇ ગયું મૃત્યુ- જુઓ

નાના બાળકોને રમવાનું ખુબ જ પસંદ હોય છે, અને તેમાં પણ હાલ કોરોનાના કારણે સ્કૂલો પણ બંધ છે જેના કારણે બાળકો ખુબ જ મજાક મસ્તી પણ કરતા હોય છે, ત્યારે રાજકોટની અંદર આવી જ રીતે તોફાન કરી રહેલા એક બાળકને તેના પિતાએ લાકડીથી માર માર્યો અને 8 વર્ષના માસુમ દીકરાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-કાલાવડ ડ પર આવેલી નંદનવન સોસાયટીમાં ચોકીદારી કરતા નેપાળી ફરજ બજાવતાં સિદ્ધરાજ નેપાળીના 8 વર્ષીય પુત્ર સૌરભને સિદ્ધરાજે તોફાન કરવાના કારણે લાકડીથી માર્યો હતો જેના બાદ સૌરભનું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી પ્રમાણે સૌરભ રાત્રે બુમાબુમ અને ચીસો પાડવાના કરવાના કારણે સિદ્ધરાજને લાગ્યું કે તેને આંચકી આવી છે જેના બાદ તેને એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જેના બાદ તેને સિવીલી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. જેની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સૌરભ રમતાં રમતાં પડી જતા માથાને શરીરના ભાગે ઇજાઓ થતાં બેભાન થઈ ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરંતુ પોલીસે પંચનામા દરમિયાન પોલીસે બાળક સૌરભના મૃતદેહનું નિરીક્ષણ કરતાં તેના શરીર પર પડખાના ભાગે, સાથળ પાસે તેમજ ગોઠણના નીચેના ભાગે માર મારવામાં આવ્યો હોવાના નિશાનો જોવા મળ્યા હતા. જેના બાદ પોલીસને શંકા ગઈ હતી.

પોલીસે સિદ્ધરાજની પુછપરછ કરતા પુત્ર રમતાં રમતાં પડી ગયો હોવાની વાત પકડી રાખી હતી, પરંતુ પોલીસે કડકાઈથી પુછપરછ કરતા તેને સમગ્ર હકીકત જણાવી હતી. સિદ્ધરાજે જણાવ્યું હતું કે, “મારો દીકરો સૌરભ બહુ તોફાની છે. તે મારી વાત માનતો ન હતો. ગઈકાલે જમવા માટે બોલાવવા છતાં તે જમવા આવ્યો ન હતો અને તોફાન કરતો હતો. જેથી મેં લાકડીના પાંચથી છ ફટકા માર્યા હતા.”

સિદ્ધરાજે આગળ જણાવ્યું હતું કે “ત્યારબાદ તે જમવા પણ બેસી ગયો હતો. જમી લીધા પછી ફરીથી તે તોફાને ચડતા હું તેની પાછળ લાકડી લઈને મારવા દોડી ગયો હતો. એ સમયે તે પડી જતા તેનું માથું ભટકાતા ઈજા પહોંચી હતી. ત્યારબાદ તે રાત્રે સૂઈ ગયો હતો. રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ તે ચીસો પાડવા લાગતા અને તેને આચકી ઉપડી હોવાનું લાગતા મે તેને ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા.”

સમગ્ર મામલે પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા ત્યારબાદ બાળકના મૃત્યુ અંગેનું સાચું કારણ જાણી શકાશે. તો મૃતક બાળકનો પિતા સિદ્ધરાજ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

 

Niraj Patel