રાજકોટ: નર્સ ચૌલા પટેલ હત્યાકાંડમાં ચોંકાવનાર ખુલાસો, બળાત્કારના ઇરાદે ઘરમાં ઘુસ્યો હતો પડોશી કાનજી વાંજા! જાણો અંદરની વિગતો

રાજકોટ સિવિલની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા 53 વર્ષીય ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં પાડોશમાં રહેતા યુવકે છરીના ઘા મારી હત્યા નિપાજવી દેતા ચકચાર મચી છે. પાડોશીઓએ આરોપીને પકડીને પોલીસે સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો રાજકોટના યુનિવર્સિટી રોડ પર FSL કચેરી પાછળ આવેલા ઋષીકેશ પાર્ક 2માં ‘ઉમીયાજી કૃપા’ મકાનમાં ઉપરના માળે છેલ્લા ચારેક મહિનાથી ભાડેથી રહેતાં અને રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા મુળ અમદાવાદના ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલની તેના જ મકાન પાછળ રહેતાં પડોશી કાનજી ભીમાભાઈ વાંજા નામના 34 વર્ષના શખ્સે ગળુ દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા કરી નાંખી છે. હત્યા કરનારા કાનજીને પણ હાથ-પગમાં છરીના ઘા લાગી ગયા છે. તે ભાગી જાય એ પહેલા નીચેના માળે રહેતાં દંપતી અને પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો અને પોલીસને બોલાવી સોંપી દીધો હતો.


બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ચૌલા પટેલની લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ બનાવ સંદર્ભે એફએસએલના અધિકારીઓની પણ મદદ લેવામાં આવી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં કાનજી મૂળ કોડીનારનો વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ છેલ્લા એક વર્ષથી પોતે રાજકોટ શહેર ખાતે ભાડાનું મકાન રાખી પોતાની પત્ની અને બંને બાળકો સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં કાનજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતે ચૌલા પટેલ સાથે શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે તેણીના ઘરે પહોંચ્યો હતો. જોકે ચૌલા પટેલને શારીરિક સંબંધ બાંધવાનું કહેતા તેણીએ પ્રતિકાર કર્યો હતો. તેથી બંને વચ્ચે બોલાચાલી તેમજ ઝપાઝપી પણ થઈ હતી. જેના કારણે કાનજી દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ચૌલા પટેલના શરીર પર જુદી જુદી જગ્યાએ ઘા ઝીંકીને તેણીની હત્યા કરવામાં આવી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં ચૌલા પટેલ છેલ્લા 24 વર્ષથી અમદાવાદની કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સિવિલ હોસ્પિટલ શાહીબાગ ખાતે નોકરી કરતી હતી. તેમજ ચાર મહિના પૂર્વે જ તેની બદલી સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાનજીની પત્ની પણ નાના મૌવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તેમજ બનાવવાની રાત્રે તેણી નાઈટ શિફ્ટમાં હોસ્પિટલમાં ફરજ બજાવતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ તો યુનિવર્સિટી પોલીસ દ્વારા મૂળ અમદાવાદની વતની અને રાજકોટ ખાતે છેલ્લા ચાર મહિનાથી નર્સ તરીકે ફરજ બજાવનારી ચૌલા પટેલની હત્યા મામલે કાનજીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

Raina
error: Unable To Copy Protected Content!