રાજકોટમાં પ્રેમિકાએ અચાનક આવું કર્યું અને પ્રેમીએ અંગત ફોટા વાયરલ કર્યા, લોકોએ એવી ખરાબ હાલત કરી કે જોતા જ ડર લાગશે

ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર એવું બનત હોય છે કે પ્રેમ સંબંધોનો અંત આવ્યા બાદ પ્રેમી ઉશ્કેરાઇને તેની પ્રેમિકાના અંગતપળોના ફોટા વાયરલ કરી દેતો હોય છે જે બાદ હોબાળો મચી જતો હોય છે. હાલ આવો જ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટના મોરબી રોડ પર એક કોલેજ આવેલી છે, જયાં એક યુવક યુવતિને અભ્યાસ કરવા દરમિયાન પ્રેમ સંબંધો બંધાયા હતા ત્યારે તેનો અંત આવતા રોષે ભરાયેલ યુવકે યુવતિના અંગત ફોટા વાયરલ કરી દીધા હતા, જે બાદ દેકારો મચી ગયો હતો.

યુવકે જબરદસ્તી આ યુવતિને પોતાના વાહન પર બેસાડવાની કોશિશ કરી હતી જે બાદ લોકો એકઠા થઇ ગયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલિસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંનેને પોલિસ સ્ટેશને લાવી નિવેદન લીધા હતી. જો કે, યુવકને લોકોએ માર માર્યો હોવાને કારણે તેને ઇજા પહોંચી હતી જેને કારણે તેને હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, કોલેજમાં એકસાથે અભ્યાસ કરતા કરતા યુવક યવતિ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને કોઇ કારણોના લીધે યુવતિએ થોડા દિવસ અગાઉ આ સંબંધોને ખત્મ કરી દીધા હતા. જેને કારણે યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે પોતાની પાસે જે યુવતિની અંગત તસવીરો હતી તે ફરતી કરી દીધી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી અને ત્યારે જ મંગળવારના રોજ યુવતિ જયારે દ્વારકાધીશ હોટલ પાસે હતી ત્યારે તેનો પૂર્વ પ્રેમી તેનુ વાહન લઇને આવ્યો અને યુવતિને સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો.

તેણે યુવતિને જબરદસ્તી પોતાના વાહન પાછળ બેસાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે લોકોને લાગ્યુ કે આ શખ્સ જાહેરમાં યુવતિની છેડતી કરી રહ્યો છે. જેના કારણે લોકો એકઠા થઇ ગયા અને તેની ધુલાઇ કરી. આ બાબતની જાણ પોલિસને થતા જ યુનિવર્સિટી પોલિસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્યાંથી બંનેને લઇને પોલિસ સ્ટેશન પહોંચી હતી.

Shah Jina