રાજભા ગઢવીએ “પઠાણ” ફિલ્મના “બેશર્મ ગીત”ને લીધું આડેહાથ, વિરોધ શું કામ એવું પૂછનારાને આપ્યો હણહણતો જવાબ… જુઓ વીડિયો
હાલ બોલીવુડની ફિલ્મ “પઠાણ” વિવાદોમાં ચાલી રહી છે. આ ફિલ્મનું એક ગીત રિલીઝ થતા જ મોટો હોબાળો મચી ગયો હતો. ફિલ્મના ગીત “બેશર્મ રંગ”માં દીપિકા ભગવા રંગની બિકી પહેરીને જોવા મળી હતી જેના બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને ફિલ્મને બોયકોટ કરવાની પણ માંગણી કરી હતી. ઘણા લોકોએ કલાકારોનું સમર્થન કર્યું હતું તો ઘણા લોકોએ તેનો જબરદસ્ત વિરોધ પણ કર્યો હતો.
ત્યારે ગુજરાતી લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર એવા રાજભા ગઢવીએ પણ આ ફિલ્મનો જબરદસ્ત વિરોધ કર્યો હતો અને પોતાના સોશિયલ મીડિયામાં વિરોધ વ્યક્ત કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. ત્યારે હવે એક ડાયરાની અંદર પણ રાજભા ગઢવીએ આ ફિલ્મ અને તેના ગીત બેશર્મ રંગને લઈને જાહેરમાં જ વિરોધ વ્યક્ત કર્યો છે.
રાજભા ગઢવીએ ડાયરામાં કહ્યું કે, “લોકો મને કહે છે કે તમને આમ શું વાંધો છે ? પિક્ચર છે તો આવા તો આગળના ઘણા હિરોઇનોએ પહેર્યા છે ભગવા કપડાં તો તમને અહીંયા જ કેમ વાંધો છે ? એનો જવાબ એટલો જ છે કે જે પ્રશ્ન કરતા હોય ને કે બીજી જગ્યાએ જે કપડાં પહેર્યા છે તો તમને વાંધો નથી અને આજ જગ્યાએ કેમ તો આમાં ગીતનું નામ બેશરમ છે.. બરાબર.. તો જે પ્રશ્ન પૂછે એને કહેજો કે ઘરમાં તારા બાપુજીનો ફોટો હોય અને એમાં લખ્યું હોય બેશરમ માણસ તો તમને કેવી મજા આવે ?”
રાજભા આગળ કહે છે કે, “તો ગીતનું નામ બેશરમ રાખ્યું અને એમાં ભગવો લીધો એટલે અમને વાંધો છે. તમે બતાડો અને ના બતાડો અમે 75 વર્ષથી ઘણું કરો છો. અમારા ધર્મ ઉપર, પણ અમે અમારું કામ કરીએ છીએ. અમે તો જોડવાનું કામ કરીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતને એક કરવા માટે મહેનત કરી હતી.”