દીકરાના મોતથી દુઃખમાં ડૂબેલા પરિવારે બે દીકરીઓ સહીત માતા પિતાએ પણ મોતને વહાલું કર્યું, આખો પરિવાર થઇ ગયો ખતમ, હચમચાવી દેનારી ઘટના

દરેક પરિવાર માટે દીકરો તેમનો કુલદીપક હોય છે. અને કુલદીપ જો ઓલવાઈ જાય તો જાણે પરિવારના માથે દુઃખનો ડુંગર તૂટી પડે છે. આખું જીવન જાણે પરિવાર માટે નકામું લાગવા લાગે છે ત્યારે આવી જ એક ઘટના હાલ રાજસ્થાન સીકરમાંથી સામે આવી છે. જ્યાં દીકરાના મોત બાદ સમગ્ર પરિવારે પણ મોતને વહાલું કરી દીધું.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના સીકર જિલ્લામાં એક ખુબ જ દર્દનાક ખબર સામે આવ ઈ છે. કોરોનની ચપેટમાં આવવાના થોડા મહિના પહેલા જવાન દીકરાનું મૃત્યુ થઇ ગયું જેના કારણે આખો પરિવાર દુઃખમાં ગરકાવ થઇ ગયો હતો. આ અસહ્ય દુઃખ પરિવાર સહન ના કરી શક્યું અને એક દિવસ ફાંસી ઉપર આખો પરિવાર લટકી ગયો. જે ખબરે બધાને હલાવીને રાખી દીધા છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ચાર મહિના પહેલા કોરોનાકાળની અંદર જવાન દીકરાનું મૃત્યુ થઇ ગયુ હતું. દીકરાને ખોવાના દુઃખની અંદર આખો પરિવાર દુઃખમાં ચાલ્યો ગયો હતો. તે સતત દુઃખ અને તણાવમાં ડૂબી રહ્યા હતા અને અતને રવિવારના રોજ પતિ પત્ની અને બંને જુવાન દીકરીઓએ સાથે જ ગળે ફાંસો લગાવી લીધો હતો. ઘરના એક ઓરડામાંથી સુસાઇડ નોટ પણ મળી છે.

ઘરની અંદરથી પોલીસને એક સુસાઇડ નોટ મળી છે જેની નાદાર લખવામાં આવ્યું છે કે અમે દીકરા અમર વ વગર નહીં જીવી શકીએ. અમે પણ દુનિયા છોડીને જઈ રહ્યા છીએ. દીકરા વગર આ દુનિયા બેકાર છે અને પોલીસ કોઈને હેરાન ના કરે.

રવિવારની સાંજે આ પરિવારના ઘરે રોજની જેમ દૂધ વાળો છોકરો દૂધ લઈને આવ્યો. તેને ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યો પરંતુ ઘણીવાર સુધી દરવાજો ના ખુલ્યો, ત્યારબાદ તેને પરિવારના લોકોને ફોન કર્યો પરંતુ ફોન ઉપર પણ કોઈ જવાબ ના આવતા તેને પાડોશીઓને બોલાવ્યા અને દરવાજો તોડ્યો ત્યારે આખો જ પરિવાર ફાંસીના ફંદા ઉપર ઝૂલતો જોવા મળ્યો.

પાડોશીએઓ જણાવ્યું કે 18 વર્ષના જુવાન દીકરાના મોત બાદ પરિવાર ખુબ જ તણાવમાં હતો. દીકરાનું મૃત્યુ કોરોના સંક્ર્મણ દરમિયાન હાર્ટ એટેકથી થયું હતું.

Niraj Patel