રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓને ચઢ્યો ફિલ્મી ગીતનો નશો, “એ મેરી જોહરો જબીન” ગીત ઉપર કર્યું એવું પર્ફોમન્સ કે જોઈને તમે પેટ પકડી હસવા લાગશો, જુઓ વીડિયો

IPLની પ્લેઓફ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, પ્લેઓફ માટેની ચાર ટિમો પણ નક્કી થઇ ચુકી છે. જેમાં પહેલા નંબર ઉપર ગુજરાત ટાઇટન્સ, બીજા ઉપર રાજસ્થાન રોયલસ, ત્રીજા ઉપર લખનઉ સુપર જાયન્ટ્સ અને ચોથા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે. આ દરમિયાન હવે આ ચારેય ટિમ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહી છે.

પ્લેઓફમાં જગ્યા બનાવી ચુકેલી રાજસ્થાન રોયલસ ટીમના ખેલાડીઓ પણ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને તેમના મસ્તી ભર્યા અંદાજના કેટલાક વીડિયો પણ સામે આવી રહ્યા છે, હાલ જ રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓએ બોલીવુડની ફિલ્મ હેરાફેરીના ગીત “એ મેરી જોહરો જબીન” ઉપર પર્ફોમન્સ કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સે ટ્વિટર પર તેના ખેલાડીઓનો એક ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કીવી પ્લેયર ટ્રેન્ટ બોલ્ટ, જીમી નીશમ અને ડેરીલ મિશેલ બોલિવૂડત ‘એ મેરી જોહરા જબીન’ પર પરફોર્મ કરતા જોવા મળે છે. આ ફની વીડિયો શેર કરતા રાજસ્થાન રોયલ્સે લખ્યું, ધૂમ ધડકા ગેંગના ત્રણ નવા સભ્યો! માઈક પર સફેદ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ પહેરેલા ત્રણેય ખેલાડીઓ આંખોમાં ચશ્મા લગાવીને બોલિવૂડ ગીતો પર નાચતા અને ગાતા જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે, હિમેશ રેશમિયા દ્વારા ગાવામાં આવેલા આ ગીતની અંદર જે રીતે રાજસ્થાનના ખેલાડીઓ પર્ફોમન્સ કરી રહ્યા છે તેને જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થઇ રહ્યા છે અને વિદેશી પ્લેયર દ્વારા આ રીતે બૉલીવુડના ગીત ઉપર પર્ફોમન્સ જોઈને ઘણા લોકોને હસવું પણ આવી રહ્યું છે.

Niraj Patel