લતાજીના ગીતો વગાડીને નીકળી 105 વર્ષની મહિલાની અંતિમ યાત્રા, જોઈ ચુકી છે સાત પેઢીઓ, 11 દીકરા-પુત્રો પોલીસમાં

ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરજીના આખી દુનિયાની અંદર કરોડો ચાહકો છે. થોડા દિવસ પહેલા જ તેમના નિધનથી આખો દેશ શોકમગ્ન છે ત્યારે હાલ એક એવી ખબર આવી રહી છે જેને લતાજીના ચાહકોને પણ વધુ ભાવુક કરી દીધા છે. લતાજીની એક સૌથી મોટી ચાહક 105 વર્ષની વૃદ્ધ મહિલા પણ હતી જેમના નિધન બાદ તેમની અંતિમ યાત્રામાં લતાજીના ગીતો વાગ્યા હતા.

આ મામલો સામે આવ્યો છે રાજસ્થાનના અલવરમાંથી. જ્યાં 105 વર્ષીય રૂપા દેવીની અંતિમ યાત્રા ચર્ચાનો વિષય બની છે. તેમની અર્થીની ફૂલોની જગ્યાએ ફુગ્ગાથી સજાવવામાં આવી. શબ યાત્રામાં બેન્ડવાજા ઉપર બોલીવુડના ગીતો વાગ્યા. આ ગામનો પહેલો એવો પ્રસંગ હતો જ્યાં મહિલાઓ પણ શબ યાત્રામાં જોડાઈ.

આ મામલો છે માલખેડાના પૃથ્વીપુરા ગામનો. 105 વર્ષના રૂપા દેવી લતા મંગેશકરના બહુ જ મોટા ચાહક હતા. પરિવારજનોએ જણાવ્યું કે તે એ સમયના હોવાના કારણે મોટાભાગે તેમના જ ગીતો સાંભળતા હતા. થોડા દિવસ પહેલા જ લતા દીદીના નિધનની ખબર સાંભળીને તે પણ પરેશાન રહેવા લાગ્યા હતા.ગત મંગળવારના રોજ જયારે તેમનું નિધન થયું તો દીકરા અને પૌત્રોએ નક્કી કર્યું કે તેમની અંતિમ વિદ્યમ લતાજી ના ગીતો વગાડવામાં આવશે. તેને ગામલોકો સામે પણ રાખ્યું.

બધાની સહમતી બાદ અંતિમ યાત્રામાં બેન્ડ વાજા ઉપર બોલીવુડના ગીતોની સાથે લતા દીદીના “એ મેરે વતન કે લોગો અને હમ છોડ ચલે હે મહેફિલ” જેવા ગીતો વગાડવામાં આવ્યા.તેમના પરિવારજનોએ જણાવ્યું કે તેમાં આ ઉંમરમાં પણ કોઈ બીમારી નહોતી. તેમને એક દિવસ પહેલા જ ખાવાનું છોડી દીધું હતું. જેના બાદ તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. શબયાત્રા દરમિયાન પણ મહિલાઓને જવાનો રિવાજ નથી. તે છતાં પણ રૂપા દેવીની અંતિમ યાત્રામાં સેંકડો મહિલાઓ શામેલ થઇ હતી.

ગામ લોકોએ જણાવ્યું કે રૂપા દેવીએ ક્યારેય પરિવાર પાસે સેવા નથી કરાવી. આ ઉંમરમાં પણ તે પોતાના બધા જ કામ જાતે કરતા હતા, અહીંયા સુધી કે હમમ તેમને સૌથી વધુ કપડાં પણ દાન કર્યા છે. પોતાના અંતિમ સમયમાં પણ તેમને તેમના ચારેય દીકરાઓને  બોલાવીને કહ્યું કે હળી-મળીને ખુશ રહેજો. રૂપા દેવીનો પરિવાર પણ ખુબ જ મોટો છે. તે સાત પેઢીઓ જોઈ ચુકી છે. રૂપા દેવીના 4 દીકરાઓ છે. 17 પૌત્રો, 34 પર પૌત્રો, 6 સડ પૌત્રો છે. સ્ત્રીઓ અલગ છે. 3 દીકરીઓનો પરિવાર પણ અલગ છે.

આખા પરિવારના સભ્યોની સંખ્યા લગભગ 150 છે. પરિવારમાં 18 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા 82 છે. મોટા પુત્ર રામજીલાલની ઉંમર 80 વર્ષની છે. ત્રણ પુત્રોની ઉંમર પણ 70 વર્ષથી વધુ છે. આ પરિવારની વિશેષતા એ છે કે રૂપા દેવીના પૌત્રો ગામમાં સૌથી વધુ સરકારી નોકરીઓ ધરાવે છે. કુલ 15 લોકો સરકારી નોકરીમાં છે જેમાંથી 11 પોલીસમાં છે. અન્ય ચાર સરકારી નોકરીમાં છે.

Niraj Patel