વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી દીધી આગાહી, આ તારીખે ગુજરાતમાં શરૂ થશે ફરી એક રાઉન્ડ

આ વર્ષે તો તો વરસાદની સિઝન પૂર બહારમાં ખીલી છે, ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે, તો ઘણા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ બે-ત્રણ દિવસના વિરામ બાદ ફરી એકવાર આજે એટલે કે મંગળવારના રોજ વરસાદ વરસ્યો. ત્યારે અમદાવાદમાં ચોમાસાની સીઝનનો સરેરાશ અત્યાર સુધીનો વરસાદ 97.70 ટકા નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 97.51 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63 ટકા વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો, 88. 76 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 107.97 ટકા તેમજ કચ્છમાં 151.94 ટકા વરસાદ નોંધાયો છે.

ત્યારે હવે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ સાથે ચક્રવાતની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થશે અને તેની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થશે. જો કે ચક્રવાત આવે તે પહેલા પણ 22થી 24 ઓગસ્ટના વરસાદનું ફરી એક રાઉન્ડ શરૂ થશે. આની અસર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે. તેમ જ 27થી 30 ઓગસ્ટના પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળમાં ઉપસાગરમાં હળવા ચક્રવાત સક્રિય થતા તેની અસર ગુજરાતના વાતાવરણમાં પણ જોવા મળશે. વાતાવરણમાં પલટો આવશે અને પહેલા સપ્તાહમાં વરસાદ પણ થશે. ઉલ્લેખનીય છે કે, 13 સપ્ટેમ્બર બાદ પણ વરસાદ રહેશે. અંબાલાલ પટેલ ઉપરાંત ​​​​​​​હવામાન વિભાગ દ્વારા પણ આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, કચ્છ, પંચમહાલ, વલસાડ, નવસારી, દાહોદ,

છોટાઉદેપુર અને બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે, અંબાલાલ પટેલ સાથે હવામાન વિભાગનું પણ અનુમાન છે તે 22 તારીખથી ફરી એક વખત વરસાદનું જોર વધશે.

Shah Jina