વરસાદ વચ્ચે પણ નીકળ્યો ધામધૂમથી વરઘોડો, જાનૈયાઓ તાડપત્રી ઓઢીને કરવા લાગ્યા ડાન્સ, વીડિયો થયો વાયરલ

ચોમાસુ હવે આખા દેશમાં જામી ગયું છે અને ઠેર ઠેર વરસાદ પણ વરસવા લાગ્યો છે, ત્યારે જો આવા વાતાવરણમાં કોઈના લગ્ન હોય તો કેવા હાલ થાય ? જો કે આજે મેરેજ હોલમાં વરસાદમાં પણ લગ્ન થતા હોય છે, પરંતુ લગ્નની સાચી મજા તો ડાન્સ અને વરઘોડા વગર કેમની આવે ? અને તેમાં પણ વરઘોડો બજારમાંથી નીકળતો હોય અને જાનૈયાઓ મન મૂકીને ઝૂમે નહીં તો લગ્નમાં પણ કંઈક ખોટ રહી ગઈ હોય તેમ ગણાય.

ભારતીય લગ્નની અંદર વરઘોડાનું ખાસ મહત્વ હોય છે, ત્યારે હાલ વરસાદની સીઝનને લઈને ઘણા લોકો વરઘોડો કાઢવામાં પણ મૂંઝાતા હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભર બજારે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો છે અને બીજી તરફ ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ તો તેમની જ મોજમાં છે અને વરસતા વરસાદમાં તાડપત્રી ઓઢીને ડાન્સ કરતા જોવા મળે છે.

ઈન્ટરનેટ પર વાઈરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદ હોવા છતાં પણ વરઘોડો રોકાયા વગર નીકળ્યા હતા. આ વીડિયોમાં સૌથી નવાઈની વાત એ છે કે વરરાજાના પરિવારના સભ્યો નોન-સ્ટોપ મસ્તીથી ડાન્સ કરી રહ્યા છે. એટલું જ નહીં, વરઘોડામાં સામેલ થયેલી મહિલાઓએ તાડપત્રીથી માથું ઢાંકી દીધું હતું. આગળ બેન્ડ બાજા વાળા ચાલી રહ્યા છે અને જાનૈયાઓ મસ્તીમાં નાચતા પાછળ ચાલી રહ્યા છે. વરઘોડામાં સામેલ એક વ્યક્તિ તો પાણીમાં છબછબિયાં કરતા કૂદી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લાનો છે. એવું ભાગ્યે જ જોવા મળે છે કે લોકો વરસાદ હોવા છતાં વરઘોડો કાઢે છે, પરંતુ આ કિસ્સો થોડો અજીબ છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા એક યુઝરે લખ્યું, ‘બેન્ડ, બાજા, બારિશ અને બારાત…’ જ્યારે બીજાએ લખ્યું, ‘બસ્તીમાં વરસાદ હોય કે નહીં… ઇન્દોર મેં બારાત નાચેગી મસ્તી મેં..’

Niraj Patel