મોટી ખુશખબરી: 12 વર્ષ બાદ હવે 2 ગ્રહોનું થશે મહામિલન, માં લક્ષ્મી પધારશે આ રાશિના લોકોની ઘરે, માલામાલ થશે એ પાક્કું

રાહુ અને કેતુની સ્થિતિમાં પરિવર્તનની ઘણી બધી રાશિઓ પર સકારાત્મક અસર પડે છે અને અન્ય પર નકારાત્મક અસર પડે છે. તમને ખબરજ હશે કે જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ તેના નિશ્ચિત ટાઈમ પર રાશિ પરિવર્તન કરે છે અને ઘણી વાર એક રાશિમાં બે ગ્રહો એક સાથે બિરાજમાન હોય છે જેના કારણે ખાસ યુતિ સર્જાતી હોય છે. શક્તિશાળી ગ્રહોની યુતિ દરેક રાશિના લોકોના જીવન પર સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પાડે છે.

આવી જ રીતે 12 વર્ષ પછી ૨ મહિના પછી એટલે કે માર્ચ મહિનામાં મીન રાશિમાં બે ગ્રહોની યુતિ સર્જાશે. બે ગ્રહોનું આ મહામિલન ત્રણ રાશિના લોકોના જીવન માટે શુભ સાબિત થશે.

રાહુ હાલ મીન રાશિમાં બિરાજમાન છે અને શુક્ર પણ માર્ચ મહિનામાં તેની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં 12 વર્ષ બાદ રાહુ અને શુક્ર એકસાથે હશે તેથી જે યુતિ સર્જાશે તેનો પ્રભાવ આ 3 રાશિના લોકોને ઢગલા બંધ ફાયદો જ ફાયદો કરાવશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે ત્રણ રાશિ જેના માટે માર્ચ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે.

સૌથી પહેલી રહી છે વૃષભ રાશિ:

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને શુક્રની યુતિનો શુભ પ્રભાવ વૃષભ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. આ ટાઈમમાં લોકોની આવકમાં વધારો થવાનો છે અને સાથે જ આ યુતિથી આવકના નવા નવા સ્ત્રોત સામે આવશે. જીવનમાં સુખના સાધન વધશે. રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય શુભ રહેશે. આ સમય દરમિયાન બચત કરવામાં પણ સફળ થશો.

બીજી રાશિ છે મિથુન રાશિ

રાહુ અને શુક્રની યુતિ મિથુન રાશિના કર્મ ભાવમાં બનશે. આ યુતિના કારણે આ રાશિના જાતકોના કામમાં સારી મહેનત કરી સફળ થશે. ફળ મળશે. જે લોકો બિઝનેસ કરે છે તેમને આ ટાઈમમાં સારો એવો નફો થશે. નોકરી શોધતા લોકોને પણ આ સમયમાં સારી નોકરીની તક મળશે. પૈતૃક સંપત્તિથી અચાનક લાભ થશે.

ત્રીજી રાશિ છે ધન રાશિ

આ રાશિના ચતુર્થ ભાવમાં રાહુ અને શુક્રની યુતિ સર્જાવાની છે . આ રાશિના લોકોને આ સમય દરમિયાન ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. પરિવારમાં સુખ શાંતિ વધશે. આર્થિક ઉન્નતિ થશે. સંપત્તિ સંબંધિત કામ સફળ થશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય જાણકારી અને જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)

YC