ખબર

અંબાણી ઇવેન્ટમાં એકબીજાનો હાથ થામી પહોંચ્યા અનંત અંબાણી-રાધિકા, જોતા જ ઇમ્પ્રેસ થયા ચાહકો- જુઓ

અંબાણીની નાની વહુએ સ્કાય બ્લૂ લહેંગામાં વરસાવ્યો કહેર, સ્વર્ગની પરી હોય એવી સુંદરતા છે હો બાકી…જુઓ ક્યૂટ તસવીરો

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી હાલ ઘણા ચર્ચામાં છે. મુંબઇના જિયો વર્લ્ડ ખાતે સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેંટર એઠલે કે NMACCનું ત્રણ દિવસિય ઉદ્ઘાટન ઈવેન્ટ ચાલી રહ્યુ હતુ અને આ દરમિયાન બોલિવુડ, ક્રિકેટ જગત અને હોલિવુડ તેમજ વેપારી જગતની ઘણી મોટી હસ્તિઓએ હાજરી આપી હતી.

આ દરમિયાન અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે પોતાની સ્ટાઇલિશ સ્ટાઈલથી ઘણી હેડલાઈન્સ બનાવી હતી. રાધિકા પહેલા દિવસે બ્લેક સાડીમાં તો બીજા દિવસે લહેંગામાં અને ત્રીજા દિવસે જમ્પસૂટમાં જોવા મળી હતી. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં આખો અંબાણી પરિવાર સ્ટાઇલિશ અને રોયલ લુકમાં જોવા મળ્યો હતો.

આ દરમિયાન અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટે લાઈમલાઈટ લૂંટી લીધી હતી. NMACC લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન પહેલા દિવસે રાધિકાએ શહાબ-દુરાજીના કલેક્શનમાંથી બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન સાડી પસંદ કરી હતી. તે બાદ તેણે બીજા દિવસે અબુ જાની-સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલ સ્કાય બ્લુ રંગનો લહેંગા પસંદ કર્યો અને ત્રીજા દિવસે તેણે ડોલ્સે એન્ડ ગબ્બાના જમ્પસૂટ પહેર્યો હતો.

મલ્ટીકલર્ડ જમ્પસૂટની સાથે રાધિકાએ લાંબુ જેકેટ પણ પહેર્યું હતું અને પોનીટેલમાં વાળને કેરી કર્યા હતા. NMACCના બીજા દિવસની વાત કરીએ તો, આ દરમિયાન અનંત અંબાણીની મંગેતર સ્કાય બ્લુ લહેંગામાં અદભૂત દેખાતી હતી, તેણે આ લહેંગો ડિઝાઇનર જોડી અબુ જાની-સંદીપ ખોસલાના કલેક્શનમાંથી પસંદ કર્યો હતો.

રાધિકાએ આ લહેંગા સાથે ડાયમંડ જ્વેલરી પસંદ કરી હતી અને તેણે તેના દુપટ્ટાને સાડીની જેમ કેરી કર્યો હતો. રાધિકા આઉટફિટમાં તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ ઈવેન્ટમાં રાધિકા તેના મંગેતર અનંત અંબાણી સાથે હાથોમાં હાથ નાખી પહોંચી હતી. અનંત આ દરમિયાન બ્લેક કલરના બંધ ગળા સેટમાં મેચિંગ પેન્ટ સાથે જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)