“હું કોમેન્ટ્રી નહોતો કરતો.. મારા ખેતરમાં કેરી વીણતો હતો…” ઋતુરાજ પર આપેલા નિવેદનને લઈને અંબાતી રાયડુએ કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું ?
Question on Rituraj’s captaincy : પૂર્વ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ક્રિકેટર અંબાતી રાયડુ હાલમાં IPL 2024માં કોમેન્ટ્રી કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેમાં તેણે CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપની ટીકા કરી હતી. જો કે હવે રાયડુએ આ અંગે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે મેં આવું કોઈ નિવેદન આપ્યું નથી અને હું તે દિવસે કોમેન્ટ્રી બોક્સમાં પણ નહોતો.
વાસ્તવમાં, IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની હાર પછી અહેવાલો સામે આવ્યા હતા કે અંબાતી રાયડુએ કોમેન્ટ્રી દરમિયાન રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપની ટીકા કરી હતી. રાયડુએ કહ્યું હતું કે “રુતુરાજ ગાયકવાડ ડેથ ઓવરોમાં યોગ્ય રીતે ફિલ્ડિંગ સેટ કરી શક્યો નહોતો. તેની કેપ્ટનશીપ નબળી હતી અને અનુભવનો અભાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો.”
જો કે હવે રાયડુએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું છે કે તે દિવસે તે કોમેન્ટ્રી કરી રહ્યો ન હતો, તો તે આવું નિવેદન કેવી રીતે આપી શકે. રાયડુએ ટ્વીટ કરીને કહ્યું, “જે દિવસે આ નિવેદન કરવામાં આવ્યું હતું તે દિવસે હું કોમેન્ટ્રી કરી રહ્યો ન હતો. હું મારા ખેતરમાં કેરી ભેગી કરતો હતો. કૃપા કરીને કંઈપણ જવાબદારીપૂર્વક લખો અને ખોટા સમાચાર ફેલાવશો નહીં.”
તમને જણાવી દઈએ કે અંબાતી રાયડુ આઈપીએલમાંથી નિવૃત્ત થયા બાદ જ કોમેન્ટ્રી કરી રહ્યો છે. તેણે હાલમાં જ ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી પણ કરી છે, જેમાં તેણે ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે. તેણે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો નથી. આ સિવાય સંજુ સેમસન અને કેએલ રાહુલનું નામ પણ તેમની ટીમમાં નથી. તેના બદલે રાયડુએ રિયાન પરાગ અને શિવમ દુબેને પસંદ કર્યા છે. બેકઅપ ફાસ્ટ બોલર તરીકે રાયડુએ મયંક યાદવની પસંદગી કરી છે, જે IPL 2024માં સૌથી ઝડપી બોલર છે.
https://t.co/2bzFkwTpn9 @MensXP I was not even commentating on the said day.. I was at my farm picking mangoes.. please be responsible when writing something.. don’t spread nonsense..
— ATR (@RayuduAmbati) April 25, 2024