“પુષ્પા” ફિલ્મનો રંગ ઉતરવાનું નામ જ નથી લઇ રહ્યો, સુરતના બજારોમાં ધૂમ મચાવી રહી છે ‘પુષ્પા સાડી’, જુઓ વીડિયો

થોડા સમય પહેલા જ આવેલી ફિલ્મ “પુષ્પા” આખા દેશમાં ફેમસ થઇ ગઈ છે, આ ફિલ્મે ઘણી જ મોટી કમાણી પણ કરી છે, સાથે સાથે ઘણા લોકો પુષ્પા ફિલ્મના ગીતો અને ડાયલોગ ઉપર વીડિયો પણ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે. માત્ર આપણા દેશમાં જ નહિ વિદેશના લોકો ઉપર પણ પુષ્પાનો રંગ ચઢેલો જોવા મળે છે. ઘણા વિદેશી સેલેબ્સ દ્વારા પણ પુષ્પાની એક્શન કોપી કરવામાં આવી છે.

ત્યારે હાલ સુરતના બજારની અંદર પણ પુષ્પાનો રંગ જોવા મળ્યો છે, પરંતુ આ રંગ ગીતો અને તેના ડાયલોગ કે કોઈ સીન ઉપર નહીં પરંતુ જેના માટે સુરત પ્રખ્યાત છે તેવી સાડીઓ ઉપર ચઢ્યો છે. સુરતના બજારોમાં હાલ પુષ્પા સાડી ધૂમ મચાવી રહી છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સુરતના કાપડ માર્કેટના યુવાન કાપડ વહેપારી ચરણપાલ સિંહે પુષ્પા ફિલ્મ જોયા બાદ તેનાથી પ્રેરિત થઈને 6 મીટર લાંબી સાડી પ્રિન્ટ કરાવી. આ પ્રિન્ટેડ સેમ્પલ તૈયાર થઈને દુકાનમાં આવ્યા બાદ તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી જેના બાદ સ્થાનિક અને બહારના કાપડ વેપારીઓને આ ડિઝાઇન ખુબ જ પસંદ આવી.

આ બાબતે મીડિયા સાથે વાત કરતા સુરતના કાપડ વેપારી ચરણપાલ સિંહે જણાવ્યું હતું કે આ સાડી તેમને માત્ર શોખ માટે બનાવી હતી, પરંતુ દુકાનમાં તેનું સેમ્પલ આવતા તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ લોકોને આ સાડી ખુબ જ પસન્દ આવી અને તેની ભારે ડિમાન્ડ પણ થવા લાગી.

આપણે બધા જ જાણીએ છીએ કે સુરત શહેર ટેક્સ્ટાઇલ બિઝનેસ માટે ખુબ જ જાણીતું છે. આ બજારની અંદર તમને કોઈપણ પ્રકારની સાડી મળી જાય છે, આ ઉપરાંત અહીંયાની મિલોની અંદર દરેક પ્રકારની સાડી બને છે. હાલમાં જ ચૂંટણીને લઈને યોગી સાડી પણ ખુબ જ ચર્ચામાં રહી હતી, ત્યારે હવે આ પુષ્પા સાડી પણ બજારનો માહોલ ગરમ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હાલ આ સાડી સુરતની એક જ મિલમાં બની રહી છે, પરંતુ ધીમે ધીમે આ સાડીની વધુ માંગ આવતા અન્ય મિલોમાં પણ આ સાડી બનવા લાગે તો પણ નવાઈ નથી. આ પહેલા પણ પીએમ મોદીની જીતની ખુશીમાં પણ સુરતમાં જ શાનદાર સાડી બનાવવામાં આવી હતી.

Niraj Patel