ફિલ્મોમાં જ નહિ પણ રિયલ લાઇફમાં પણ હીરો હતા આ દિવંગત અભિનેતા, અંતિમ દર્શન માટે લાખોચાહકો થયા હતા એકઠા ! 26 અનાથાશ્રમ અને 46 સ્કૂલ ચલાવતા

26 અનાથ આશ્રમ અને 46 સ્કૂલ ચલાવતા અભિનેતાનું નાની ઉંમરે મૃત્યુ થયેલું હતું, 30 લાખ લોકો અંતિમદર્શને આવ્યા, એકવાર જુઓ ફોટાઓ

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારનો 17 માર્ચના રોજ 49મો જન્મદિવસ હતો. પુનીત રાજકુમારનું બે વર્ષ પહેલા 29 ઓક્ટોબર 2021ના રોજ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. પુનીત રાજકુમારની ખ્યાતિ એટલી હતી કે તેમના નિધનના સમાચાર મળતા જ ચાહકો મોટી સંખ્યામાં બેંગલુરુમાં એકત્ર થઇ ગયા હતા. એક રિપોર્ટ અનુસાર, 30 લાખથી વધુ લોકો તેમના ફેવરિટ સુપરસ્ટારને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. પુનીત રાજકુમારે માત્ર 46 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

તેમના અંતિમ દર્શન માટે વિશ્વભરમાંથી ચાહકો એકઠા થયા હતા. અંતિમ દર્શન માટે ચાહકોએ કેટલાય કિલોમીટર સુધી લાંબી લાઈનો લગાવવી પડી હતી. ભીડને કારણે તો 10 લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર બેંગ્લોરના કાંતીરવા સ્ટુડિયોમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમને સ્ટેટ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવદેહને તિરંગામાં લપેટીને રાખવામાં આવ્યો હતો.

કન્નડ સુપરસ્ટાર રાજકુમારના પુત્ર પુનીતે આંખોનું દાન કર્યું. તેમના નિધન પછી લોકોએ તેમના પ્રિય સુપરસ્ટારને અનુસરીને નેત્રદાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. લગભગ 1 લાખ લોકોએ આંખોનું દાન કર્યું હતું. 1994માં પુનિતના પિતા રાજકુમારે પણ તેમની આંખોનું દાન કર્યું હતું. 2006માં હાર્ટ એટેકના કારણે તેમનું પણ નિધન થયું હતું. પુનીત માત્ર ફિલ્મ સ્ટાર જ નહીં, પરંતુ રિયલ લાઈફના પણ સુપરસ્ટાર હતા. પુનીતે ફિલ્મોની સાથે-સાથે સમાજ માટે કરેલા કામને કારણે લોકો તેમને પસંદ કરતા હતા.

કર્ણાટકમાં જ નહીં પરંતુ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં પણ તેમના લાખો ચાહકો હતા. પુનીત 26 અનાથાલયો ઉપરાંત ગરીબ બાળકો માટે 46 શાળાઓ પણ ચલાવતા હતા. આ ઉપરાંત તેઓ 16 ગૌશાળાનું સંચાલન પણ કરતા હતા અને 16 વૃદ્ધાશ્રમ પણ ચલાવતા હતા. પુનીત રાજકુમારના નેક કામમાં તેમની માતા પૂરો સહયોગ કરતી હતી. તેઓ માતા સાથે મળી મૈસૂરમાં શક્તિધામ નામનું આશ્રમ ચલાવતા હતા. જ્યાં તેઓ હજારો છોકરીઓનો અભ્યાસનો ખર્ચ ઉઠાવતા હતા. આ એક ચેરિટેબલ સંસ્થા છે.

આ સંસ્થામાં બરાત્કાર પીડિતાઓની મદદ, માનવ તસ્કરી વિરૂદ્ધ અભિયાન, વેશ્યાવૃત્તિ વિરૂદ્ધ કાર્ય પણ કરવામાં આવે છે. પુનીતના નિધન બાદ બેંગલુરુના એક સરકારી સ્કૂલના બાળકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવાની અનોખી રીત અપનાવી. બાળકોએ તેમના નામ પર સેટેલાઇટ બનાવ્યુ હતુ. આ વાતની જાણકારી કર્ણાટક સરકારના મંત્રીએ આપી હતી.રીપોર્ટ્સ અનુસાર, 1.90 કરોડના ખર્ચે એક KGS3 સેટેલાઇટ ડિઝાઇન ડેવલપ કરવામાં આવ્યુ હતુ.કન્નડ ફિલ્મોમાં પુનીત એકમાત્ર એવા અભિનેતા હતા જેમની 14 ફિલ્મો સતત 100 દિવસ સુધી થિયેટરોમાં ચાલી હતી.

પુનીત કન્નડ ફિલ્મોમાં સૌથી મોંઘા અભિનેતા પણ હતા. તે એક ફિલ્મ માટે 2 થી 3 કરોડ રૂપિયા લેતા હતા. ત્યાં જાહેરાતોમાંથી પણ તેમની સારી એવી કમાણી થતી હતી. જો કે, તેમની કમાણીનો મોટો ભાગ તેઓ સમાજ સેવાના કાર્યોમાં જ ખર્ચતા. ચાહકો પુનીત રાજકુમારને પ્રેમથી અપ્પુ કહે છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી, તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. પોતાના અભિનયના દમ પર તેમણે વર્ષ 1985માં બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

30થી વધારે કન્નડ ફિલ્મોમાં કામ કરનાર પુનીત રાજકુમારની ઘણી ફિલ્મોએ રેકોર્ડ તોડ કમાણી કરી. બેગલુરુના ઘણા સિનેમા હોલ દિવસભર માટે બંધ રહ્યા અને શહેરમાં ફિલ્મોના પ્રમોશન પર પણ રોક લગાવી દેવામાં આવી હતી. પુનીત રાજકુમારની મોતની ખબર આવ્યા બાદ શહેરના ઘણા ફેમસ પબ પણ બંધ રહ્યા હા અને બેંગલુરુમાં બે રાત માટે દારૂના વેચાણ પર પણ રોક લગાવી દેવામાં આવી હતી.

Shah Jina